અશ્વ શોમાં સહયોગ આપનારા અધિકારીઓ-લોકો પ્રતિ આભાર વ્યકત કરતા રાજવી

વાંકાનેરમાં અભૂતપૂર્વ 17માં કામા અશ્વ મહોત્સવનું મહાનુભાવો, ઉદ્યોગપતિઓ, સંતો, મહંતો અને રાજવી પરીવારની હાજરીમાં સમાપન થયેલ હતું. જેમાં સિંધી ઘોડીના પ્રથમ વિજેતા લાખા ફિરોજ ઓસમાન ગની દ્વિતીય વિજેતા લાખા ફિરોજ લાલભાઈ અને તૃતીય વિજેતા સોની દિપેનભાઈ જયંતીભાઈ જાહેર થયા હતા.

જયારે રેવાલ ચાલના પ્રથમ વિજેતા ગઢવી કરશનભાઈ લખમણ અભાઈ દ્વિતીય વિજેતા પાઘરા હેનીલભાઈ મુકેશભાઈ અને તૃતીય વિજેતા ગઢવી દિપેનભાઈ આશાર્યભાઈ જાહેર થયા હતા.

અશ્વ શોના સમાપન પ્રસંગે પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, મોરબી જીલ્લાના પ્રમુખ, સંગઠનના હોદેદારો તથા રાજવી પરીવારમાંથી ચંદ્રમણીના દિકરીબા ભાગ્યવંતીબા (જામવા સ્ટેટ) તથા રાગીનીબા ખટાઉ અને એમના દિકરા બ્રિગુભાઈ અને યુધિષ્ઠિર તેમજ લાઠી સ્ટેટનાં યાતેંદ્ર પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈ.જી. રાજેંદ્રસિંહ ચુડાસમાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

અનેક સંસ્થાઓ દ્વારા મહારાણા કેશરીદેવસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું. 31 વર્ષ બાદ આવો ભવ્ય ઉત્સવ વાંકાનેરના આંગણે હોવાથી લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળેલ હતો.

રાજવી કેશરીદેવસિંહજી તરફથી આ ત્રણ દિવસના મહોત્સવમાં સહયોગ આપનાર પશુપાલન વિભાગ તથા ટુરીઝમ વિભાગના અધિકારીઓનું સન્માન કરી આભાર માનેલ હતો. તેમજ ભુવનેશ્ર્વરીપીઠના ઘનશ્યામજી મહારાજનું પણ બહુમાન કરેલ. છેલ્લા ત્રણ દિવસથી જે સ્વયંસેવકો તેમજ વાંકાનેર સંગઠનના હોદેદારો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.












