HomeAllવાંકાનેરમાં કાલે હનુમાન જયંતિ ભવ્યતાથી ઉજવાશે

વાંકાનેરમાં કાલે હનુમાન જયંતિ ભવ્યતાથી ઉજવાશે

વાંકાનેર શહેરમાં શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગઢિયા હનુમાન દાદાના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

આ કાર્યક્રમ અંતર્ગત આજે તા.1 એપ્રિલના રોજ રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 9 વાગ્યા સુધી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો મુખ્ય ઉદેશ્ય હાલ ચાલી રહેલા વિશ્ર્વમાં યુધ્ધો, મહામારી, લોકોનું જાન માલની હાની થવી તેમાંથી ભગવાન શ્રી રામચંદ્ર અને શ્રી હનુમાનદાદા ઉગારે અને વૈશ્ર્વિક શાંતિ સ્થપાય તે છે.

આ કાર્યક્રમ શ્રી ગઢિયા હનુમાન દાદા મંદિર, ગાત્રાડ મંદિરની જગ્યા, ગઢિયો ડુંગર, પેડક રોડ, વાંકાનેર ખાતે યોજાશે. આયોજક મંડળ દ્વારા સર્વે ભકતોને પરિવાર સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments