HomeAllવાંકાનેરમાં કાલે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેરમાં કાલે વિનામૂલ્યે મેગા નિદાન કેમ્પ યોજાશે

વાંકાનેર ખાતે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ કલબ (દેવદયા) વાંકાનેર ડિસ્ટ્રીક 3232-જે દ્વારા વિનામૂલ્યે નિદાન કેમ્પ્નું આયોજન કરવામાં આવ્યું છે. જે આવતીકાલે તા.18/1ને રવિવારના રોજ યોજાશે જેમાં સવારે 10થી 1 દરમિયાન કેસ રૂબરૂ કાઢવામાં આવશે. ત્યારબાદ કેસ કાઢવામાં આવશે નહીં.

 દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર સ્વર્ગવાસી ડોકટર રમણીકભાઈ મોતીચંદ મહેતાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ખાસ આ નિદાન કેમ્પ્નું આયોજન કરવામાં આવ્યું છે.

 જેમાં કાન- નાક- ગળાના નિષ્ણાંત, સાંભળવાની તકલીફ માટેના ઓડિયો રિપોર્ટના નિષ્ણાત, ચામડીના રોગોના નિષ્ણાત, હાડકા તથા જોઈન્ટ રિપ્લેસમેન્ટના નિષ્ણાંત, મગજ-માનસિક રોગો-વ્યસન મુકિતના નિષ્ણાંત, ડાયાબિટીસના નિષ્ણાંત, તથા મગજ અને કરોડરજજુના નિષ્ણાંત ડોકટરો પોતાની સેવાઓનો લાભ આપશે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો
RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!