HomeAllવાંકાનેરમાં મચ્છુ નદી ઉપર 55 કરોડના ખર્ચે નવો પુલ બનશે : ધારાસભ્ય...

વાંકાનેરમાં મચ્છુ નદી ઉપર 55 કરોડના ખર્ચે નવો પુલ બનશે : ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેરના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ નદી ઉપર નવો પુલ મંજૂર કરવામાં આવેલ છે અને અંદાજે 55 કરોડના ખર્ચે મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને હયાત પુલની બાજુમાં નવો પુલ બનાવવામાં આવશે.

વાંકાનેરના પંચાસર બાયપાસ રોડ ઉપર મચ્છુ નદી આવે છે અને ત્યાં હાલમાં એક પુલ છે તે જર્જરિત થઈ ગયો હતો ત્યાર બાદ તેને રીપેરીંગ કરીને ચાલુ કર્યો છે જો કે, હાલના હયાત પુલની બાજુમાં નવો પુલ બનાવવા માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

અને તેને ધ્યાને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા નવા ફૂલને મંજૂરી આપવામાં આવેલ છે જેથી હયાત પુલની બાજુમાં ટુ લેન વિથ ફુટપાથ સાથેનો નવો પુલ 55 કરોડનાં ખર્ચે બનાવવામાં આવશે. તેવી માહિતી વાંકાનેરના ધારાસભ્ય પાસેથી જાણવા મળેલ છે.

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!