
વાંકાનેરમાં નદી પર પુલના પડતર પ્રશ્ન બાબતે પાલિકાના વહિવટદાર સમયમાં વાંકાનેર રાજવી કેસરીદેવસિંહ ઝાલા તેમજ શહેર ભાજપ સંગઠન દ્રારા રજુઆત કરવામાં આવેલ હતી. અને ઘણા લાંબા સમય બાદ આ પુલ અંગે કોઈપણ કાર્યવાહી ન થતા

વાંકાનેર રાજવી અને હાલના રાજયસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલા દ્રારા શહેરી વિકાસ વિભાગમાં રજુઆત કરવામાં આવી હતી.

જેને ધ્યાને લઈને મચ્છુ નદીના પુલની મ્યુનિસિપલ કમિશનર જાનીભાઈ દ્રારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી અને વાંકાનેર મહારાણા તેમજ રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા પણ ત્યાં હાજર રહ્યા હતા.

તેમજ શહેર ભાજપ સંગઠનના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા અને વહેલી તકે પુલ બનાવવામાં આવશે તેવું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યુ હતુ.



























