
આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, મોરબી તથા નાની વાવડી કન્યા તાલુકા શાળા ના સંયુક્ત ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે “વેસ્ટ માંથી બેસ્ટ” સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ સ્પર્ધામાં કુલ 260 દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો, જેમાંથી 30 દીકરીઓની કૃતિઓ પસંદગી પામી અને તેમને પ્રોત્સાહન સ્વરૂપે પુરસ્કાર આપવામાં આવ્યા. વેસ્ટ સામગ્રીમાંથી સર્જનાત્મક અને ઉપયોગી વસ્તુઓ બનાવી દીકરીઓએ પોતાની કલ્પનાશક્તિ, નવીનતા અને પર્યાવરણ પ્રત્યેની જાગૃતિનો ઉત્તમ પરિચય આપ્યો.

આ સમગ્ર આયોજન પાછળ શાળાના તમામ શિક્ષકોનો અવિરત પરિશ્રમ, માર્ગદર્શન અને સહયોગ મુખ્ય કારણ રહ્યો, જે પ્રશંસનીય છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનની ભાવના વિકસે છે.

આ સફળ કાર્યક્રમ બદલ તમામ ભાગ લેનાર દીકરીઓ, વિજેતાઓ અને શિક્ષકોને દિલથી અભિનંદન “ઉઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી થંભશો નહીં” – સ્વામી વિવેકાનંદના વિચારને સાર્થક કરતો કાર્યક્રમ.




















