

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર અને સ્વદેશી ભારતનો જે મંત્ર છે તેને દેશની ટોચની કંપનીઓએ ઉપાડી લીધો હોય તેવા સંકેત છે અને મુંબઈ શેરબજારમાં નોંધાયેલી ટોચની 20 કંપનીઓ કે જે ઓટોમોબાઈલથી લઈને ઈલેકટ્રોનીક અને કન્ઝયુમર ગુડઝનું ઉત્પાદન કરે છે તે વોકલ ફોર લોકલમાં રસ ધરાવતી થઈ ગઈ છે અને તેમનું આયાત કાચા માલ સહિતના આયાત બીલમાં ઘટાડો થયો છે.

જેમાં ખાસ કરીને ઓટોમોબાઈલ કંપનીઓ મારૂતી સુઝુકી, ટાટા મોટર, બજાજ ઈલેકટ્રીક, હીરો મોટોકોપ, વર્લ્ડપુલ, હવેલ્સ, બ્લુસ્ટાર અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. ઓટો અને ઈલેકટ્રોનીક કંપનીઓનું આયાત બીલ સૌથી વધુ ઘડયું છે.

ડીક્ષોન ટેકનોલોજી જે કન્યુઝમર ગુડઝ બનાવવામાં સૌથી આગળ છે તેના વેચાણમાં આયાતથી ઉત્પાદનનું પ્રમાણ 6 ટકા ઘટયુ છે તે આ કંપની ઘરઆંગણે ટીવી પેનલ, કેમેરા મોડયુલ, અને કંપ્રેસર બનાવે છે અને તેને ભારતીય ઉત્પાદકો ઉપર ભરોસો રાખ્યો છે.

મોબાઈલ ફોન, એસી. ઓટો સહિતની કંપનીઓ પણ આ રીતે ઓછામાં ઓછું આયાત બીલ બને તે નિશ્ચિત કરી રહ્યું છે. મારૂતી સુઝુકીએ 2020ના વર્ષના વેચાણમાં 11.5 ટકાનો આયાતી ઉત્પાદનોનો હિસ્સો હતો જે 2025માં 6 ટકા થઈ ગયો છે. ટાટા મોટર્સનો હિસ્સો 6.7 ટકા હતો તે 1.2 ટકા થઈ ગયો છે. નેસ્લે જેવી કંપનીનો હિસ્સો 2.6 ટકા હતો તે 18.4 ટકા થઈ ગયો છે.

આમ આ કંપનીઓ ભારતીય સ્પેરપાર્ટસ અને લોકલ સોર્સથી મળતા ઉત્પાદનો પર વધુ આધાર રાખવા લાગી છે.












