અમદાવાદ વિમાની દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું પણ દુ:ખદ નિધન થયું છે. જેમના મૃતદેહની ઓળખ માટે હાલ ડીએનએ મેચની પ્રોસેસ ચાલી રહી છે.

જે બાદ તેમના નશ્વર દેહને રાજકોટ લાવવામાં આવશે અને રાજકીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે તેઓને અંતિમ વિદાય આપવામાં આવશે.ગાંધીનગરથી મૃતદેહ રાજકોટ આવ્યાં બાદ ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકીય આગેવાનો, કાર્યકરો, સબંધીઓ સહિત શહેરીજનો અંતિમયાત્રામાં જોડાશે.

તેમજ તે બાદ રેસકોર્ષમાં પ્રાર્થના સભા યોજાશે જે અંગે રેસકોર્ષમાં યોજાનાર પ્રાર્થનાસભામાં બંદોબસ્ત અને પાર્કિંગની વ્યવસ્થા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપ અગ્રણીઓએ નિરીક્ષણ કરી તૈયારીઓ આદરી હતી.

રાજકોટ સહિત ગુજરાતને ક્યારેય ન પુરી શકાય તેવી ખોટ વિજયભાઈ રૂપાણીના નિધનથી પડી છે. વિજયભાઈ રૂપાણી નિધન બાદ તેમના મૃતદેહની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે.

જે સંભવત આજ સાંજ સુધીમાં પૂરી થઈ જશે જે બાદ તેમના નશ્વર દેને ગાંધીનગરના તેમના નિવાસ્થાનેથી રાજકોટ લાવવામાં આવશે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પર આવ્યા બાદ શહેર સહિત સૌરાષ્ટ્ર ભરના રાજકીય નેતાઓ કાર્યકરો સ્નહી સંબંધીઓ સહિતના શહેરીજનો તેમની અંતિમયાત્રામાં જોડાશે ગ્રીનલેન્ડ ચોકડી થી સીધા તેમના પ્રકાશ સોસાયટીમાં આવેલ નિવાસ્થાને નશ્વર દેને લઈ જવામાં આવશે.

તેમના નિવાસ્થાને નશ્વર દેને થોડા સમય માટે દર્શનાર્થે રખાયા બાદ જ્યાંથી રામનાથ પરા સ્મશાન ખાતે લઈ જવામાં આવશે જ્યાં આવું રાજકીય સન્માન અને ગાડો ઓનર આપી તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

અંતિમયાત્રામાં રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ ઉદ્યોગપતિઓ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાવાના હોવાથી પોલીસે પણ તૈયારીઓનો આરંભ કરી દીધો છે અને ટ્રાફિક પોલીસ દ્વારા તેમના અંતિમયાત્રાના રૂટને વન-વે જાહેર કરવામાં આવ્યો છે તેમ જ તેલ ઉપર પાર્કિંગ પણ લોકો કરી શકશે નહીં.

છે બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભા રેસ કોર્સમાં યોજવાની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં ડીસીપી જગદીશ ભાંગરવા ડીસીપી ટ્રાફિક પૂજા યાદવ સહિતના પોલીસ અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓએ સ્થળ નિરીક્ષણ કરી બંદોબસ્ત અને પાર્કિંગની વ્યવસ્થા કઈ રીતે કરી તે અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે પ્રાર્થના સભામાં પણ સંભવત કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આવી શકે છે તેમજ ગુજરાત સરકારના કેબિનેટ તેમજ રાજ્ય કક્ષાના મંત્રીઓ ધારાસભ્યો સાંસદ સભ્યો સહિતના રાજકીય અગ્રણીઓ તેમજ ગુજરાત ભરમાંથી કાર્યકરો ઉપરાંત શહેરીજનો મોટી સંખ્યામાં હાજરી આપે તેવી પણ શક્યતા હોવાથી પોલીસે તમામ પ્રકારની તૈયારીઓ આદરી દિધી છે.

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીના પ્રકાશ સોસાયટી સ્થિત નિવાસસ્થાને ભાજપના નેતાઓની ટીમ જરૂરી વ્યવસ્થામાં લાગી છે. અમદાવાદથી કોઇ સંદેશ મળે એટલે રાજકોટમાં તમામ તૈયારી કરી લેવામાં આવશે.

આજે સવારે પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, શાસક પક્ષના દંડક મનીષા રાડીયા, પૂર્વ સ્ટે.ચેરમેન પુષ્કર પટેલ પ્રકાશ સોસાયટી સ્થિત વિજયભાઇના નિવાસ સ્થાન ‘પુજીત’ ખાતે પહોંચ્યા હતા.

હાલ રૂપાણી પરિવારના કોઇ સદસ્ય અહીં હાજર નથી. આજે કે કાલે સદગતનો પાર્થિવદેહ રાજકોટ લાવવાનો થાય તે પહેલા ઘરે જરૂરી વ્યવસ્થા કરી છે. લોકોની અવરજવર, દર્શન સહિતની વ્યવસ્થા કયાં કરવી તે નેતાઓએ ચકાસ્યું હતું.

વધુમાં જાણવા મળ્યા મુજબ જો વિજયભાઇના પાર્થિવદેહને મોટર માર્ગે લાવવામાં આવે તો ગ્રીન લેન્ડ ચોકડીથી કાલાવડ રોડ અથવા રૈયા રોડ થઇને પ્રકાશ સોસાયટી લાવવામાં આવશે.જો વિમાન માર્ગે લાવવામાં આવે તો જુના એરપોર્ટથી છોટુનગર થઇ નિર્મલા રોડ પરથી ઘરે લાવવામાં આવશે. હજુ આવી કોઇ જાહેરાત સત્તાવાર રીતે કરવામાં આવી નથી.
















