

વિકાસ સપ્તાહના ઉપક્રમે વાઘપર ગામે મોરબી જિલ્લા પંચાયતના અજય લોરિયાના હસ્તે “આયુષ્યમાન આરોગ્ય મંદિર”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગ્રામજનો, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને લોક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આરોગ્ય મંદિર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ વધુ સુલભ બનશે અને ગ્રામજનોને સમયસર સારવાર તથા આરોગ્ય જાગૃતિ અંગે માર્ગદર્શન મળશે.

લોકાર્પણ પ્રસંગે અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ “આયુષ્યમાન ભારત” યોજના હેઠળ દરેક ગામે આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

આ કાર્યક્રમ દરમિયાન ગામના આગેવાનો તથા આરોગ્ય કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.





















