HomeAllવિન્ડોઝ 10નો થયો અંત : જાણો કેવી રીતે અપગ્રેડ કરશો વિન્ડોઝ 11

વિન્ડોઝ 10નો થયો અંત : જાણો કેવી રીતે અપગ્રેડ કરશો વિન્ડોઝ 11

અંદાજે દસ વર્ષ સર્વિસમાં રહ્યા બાદ માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 10ને સપોર્ટ આપવાનું બંધ કર્યું છે. એનો અર્થ એ થયો કે દુનિયામાં સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવેલી ઓપરેટિંગ સિસ્ટમ વિન્ડોઝ 10ના એરાનો અંત આવ્યો છે.

14 ઓક્ટોબરથી માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 10 યુઝર્સને ફ્રીમાં સિક્યોરિટી અપડેટ્સ આપવાનું બંધ કરી દીધું છે. આ સાથે જ હવે નવા ફીચર્સ અને ટેક્નિકલ સપોર્ટ પણ આપવામાં નહીં આવે. એનાથી દુનિયાના લાખો અને કરોડો કમ્પ્યુટર પર હવે સિક્યોરિટીને લઈને જોખમ છે.વિન્ડોઝ 10નો અંત કેમ આવ્યો?વિન્ડોઝ 10ને 2015માં લોન્ચ કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ એ સૌથી ઝડપથી બિઝનેસ અને પર્સનલ ઉપયોગમાં લેવામાં આવતી ઓપરેટિંગ સિસ્ટમ બની ગઈ હતી. માઇક્રોસોફ્ટે સપોર્ટ બંધ કર્યો હોવા છતાં પણ દુનિયામાં આજે પણ ઘણાં યુઝર્સ એનો જ ઉપયોગ કરી રહ્યાં છે.

સ્ટેટકાઉન્ટર મુજબ દુનિયાભરમાં 2025ના મધ્ય સુધીમાં અંદાજે 43 ટકા યુઝર્સ વિન્ડોઝ 10નો ઉપયોગ કરી રહ્યાં હતાં. જોકે હવે માઇક્રોસોફ્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે કે તેમની સર્વિસ હવે બંધ થઈ રહી છે.

એનો અર્થ એ થયો કે જેટલી પણ સિસ્ટમમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝ 10 છે એ કામ કરશે, પરંતુ નવી સિક્યોરિટી અપડેટ્સ નહીં મળે. આથી મેલવેર અને વાયરસ એમાં બહુ સરળતાથી આવી શકે છે. સાઇબર અટેક માટે આ કમ્પ્યુટર હવે જોખમી છે.

આથી માઇક્રોસોફ્ટ દ્વારા યુઝર્સને વિન્ડોઝ 11માં અપગ્રેડ કરવા માટે વિનંતી કરવામાં આવી છે જેમાં ખૂબ જ સારી સિક્યોરિટી છે. જૂના કોમ્પ્યુટર અને પ્રોસેસર આજની ટેક્નોલોજી સામે નથી ટકી શકતા આથી તેમને સિક્યોર રાખવામાં તકલીફ આવી રહી હોવાથી વિન્ડોઝ 10ને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વિન્ડોઝ 10ના કમ્પ્યુટરનું શું કરશો?વિન્ડોઝ 10નો ઉપયોગ કરનાર યુઝર્સ પાસે બે વિકલ્પ છે. એક જ્યાં સુધી કમ્પ્યુટર ચાલે ત્યાં સુધી ચાલવા દેવું અને બીજું કે વિન્ડોઝ 11 અપગ્રેડ કરવું. 2020 બાદ જે પણ કમ્પ્યુટર અથવા તો લેપટોપ ખરીદ્યા હશે એમાં વિન્ડોઝ 11 અપગ્રેડ થવાના ચાન્સ વધુ છે. એ પહેલાંના મશીન માટે યુઝર દ્વારા એમાં નવી ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ થશે કે નહીં એ ચેક કરવું પડશે.

આ માટે તેણે માઇક્રોસોફ્ટની પીસી હેલ્થ ચેક ટૂલનો ઉપયોગ કરવો. એ ઓપન કર્યા બાદ વિન્ડોઝ 11 અપગ્રેડ થશે કે નહીં એ માટે ચેક કરવું. જો એ નવી અપડેટને સુસંગત હશે તો ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવા દેશે નહીંતર એમાં કોઈ ચાન્સ નથી.વિન્ડોઝ 11 માટે જરૂરી હાર્ડવેરવિન્ડોઝ 11ને અપગ્રેડ કરવા માટે એમાં 1GHz અથવા એનાથી વધારે અને બે અથવા તો એનાથી વધુ કોર ધરાવતું પ્રોસેસર જોઈએ.ચાર જીબી અથવા તો એનાથી વધુની રેમ.TPM 2.0 સિક્યોરિટી ચિપસિક્યોર બૂટ કેપેબલ ફર્મવેરજૂના કમ્પ્યુટર માટે સૌથી મોટી સમસ્યા TPM 2.0 સિક્યોરિટી ચિપની છે. આ ચિપ હાર્ડવેર આધારિત સિક્યોરિટી માટે જરૂરી છે. એના દ્વારા એન્ક્રિપ્શન થાય છે.

વિન્ડોઝ 11 ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ ન થયું તો શું કરશો?એડિશનલ સપોર્ટ: માઇક્રોસોફ્ટની નવી ઓપરેટિંગ સિસ્ટમ માટે જરૂરી સિસ્ટમ હોવી જરૂરી છે. ઘણાં જૂના કમ્પ્યુટર વિન્ડોઝ 11ને સુસંગત નથી. આ માટે માઇક્રોસોફ્ટ દ્વારા ત્રણ વર્ષનો એડિશનલ સપોર્ટ આપવાની સ્કીમ રજૂ કરી છે. આ સ્કીમ હેઠળ યુઝરે વર્ષના 2700 રૂપિયા આપવાના રહેશે અને બીજા વર્ષે એ બમણાં થઈ જશે.

આ પૈસા ચૂકવવા છતાં એમાં સિક્યોરિટી પેચ આપવામાં આવશે, પરંતુ કોઈ નવા ફીચર્સ નહીં હોય. આ સપોર્ટ 2028ના ઓક્ટોબર સુધી જ આપવામાં આવશે.ઓપરેટિંગ સિસ્ટમ બદલવી: આ એડિશનલ સપોર્ટ ન લેનાર યુઝર્સ તેમની ઓપરેટિંગ સિસ્ટમ બદલી શકે છે. તેમની પાસે Ubuntu ઓપરેટિંગ સિસ્ટમનો વિકલ્પ છે.

આ એક ઓપન-સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ છે અને ખૂબ જ સારી યુઝર ફ્રેન્ડલી અને સિક્યોર છે. આ ઓપરેટિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરવા માટે ફ્લેશ ડ્રાઇવની જરૂર પડે છે. આ સાથે જ યુઝર ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમનો પણ ઉપયોગ કરી શકે છે.

બ્રાઉઝિંગ, સ્ટ્રીમિંગ અને ક્લાઉડ વર્ક કરવા માટે આ સિસ્ટમ પણ ખૂબ જ સારી છે.નવું કમ્પ્યુટર ખરીદવું: વિન્ડોઝ 11 અપગ્રેડ ન થતી હોય, તેમ જ ઓપરેટિંગ સિસ્ટમ પણ બદલવી ન હોય તો તેમની પાસે નવું કમ્પ્યુટર અથવા તો લેપટોપ લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ડેલ, એચપી અને લેનોવો જેવી કંપની ટ્રેડ-ઇન વિકલ્પ પણ આપે છે જ્યાં જૂના કમ્પ્યુટર આપી નવું ખરીદી શકાય.

તેમ જ રીફર્બિશ કમ્પ્યુટર પણ ડિસ્કાઉન્ટ સાથે આપે છે.કોઈ પગલાં ન લેવાથી શું થશે?નવી ઓપરેટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવી, સિસ્ટમ બદલવી અને નવું કમ્પ્યુટર લેવું જેવા એક પણ ઓપ્શનને પસંદ કરવામાં ન આવે અને યુઝર વિન્ડોઝ 10નો ઉપયોગ એમ જ કરતો રહે તો એના પર જોખમ રહેલું છે. આ મશીન કામ તો કરશે, પરંતુ સાઇબર અટેક અને વાયરસનો ખૂબ જ જોખમ રહે છે.

હેકર્સ મોટાભાગે જૂના કમ્પ્યુટરને જ ટાર્ગેટ કરે છે કારણ કે એમાં સિક્યોરિટી ન હોવાથી એને હેક કરવું સરળ રહે છે. એક રિપોર્ટ અનુસાર યુનાઇટેડ કિંગડમના લગભગ 50 લાખ યુઝર્સ હજી પણ વિન્ડોઝ 10નો ઉપયોગ કરવા માગે છે. તેમને કારણે હવે ખૂબ જ મોટું સંકટ ઊભું થઈ રહ્યું છે.

હેકર્સને હવે મોકળું મેદાન મળશે. આ સાથે જ ભારતમાં પણ ઘણાં લોકો અને કંપનીઓ વિન્ડોઝ 10નો જ ઉપયોગ કરવાનું નક્કી કરશે તો સમસ્યા ઊભી થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!