HomeAllવિન્ડોઝ કમ્પ્યુટરમાં હવે એક સાથે બે બ્લુટૂથ હેડસેટ સાથે કનેક્ટ થઈ શકશે

વિન્ડોઝ કમ્પ્યુટરમાં હવે એક સાથે બે બ્લુટૂથ હેડસેટ સાથે કનેક્ટ થઈ શકશે

માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 11 માટે એક નવું ફીચર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે. આ ફીચરની અંદર યુઝર્સ એક સાથે બે બ્લુટૂથ હેડસેટ, સ્પીકર્સ અથવા તો ઇયરબડ્સને કનેક્ટ કરી શકશે. આ માટે માઇક્રોસોફ્ટ દ્વારા બ્લુટૂથ લો એનર્જી (LE) ઓડિયો કોડેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિન્ડોઝ 11 ઇનસાઇડર પ્રોગ્રામ હેઠળ આ ઓપરેટિંગ સિસ્ટમને હાલમાં ડેવ અને બીટા ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યા છે.LE કોડેક સપોર્ટેડ બ્લુટૂથ હોવું જરૂરીયુઝર માટે આ ફીચર ખૂબ જ કામ આવી શકે છે જ્યારે એક જ લેપટોપ પર બે વ્યક્તિ ફિલ્મ જોઈ રહી હોય અથવા તો મ્યુઝિક સાંભળી રહ્યાં હોય.

આ માટે યુઝરે LE સપોર્ટેડ બ્લુટૂથ ડિવાઇસને કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવાની રહેશે. ત્યાર બાદ શેર્ડ ઓડિયો બટન પર ક્લિક કરવાનું રહેશે. આ વિકલ્પ ક્વિક સેટિંગ મેનૂમાં આપવામાં આવ્યું છે.વિન્ડોઝ 11માં ઓગસ્ટમાં આપવામાં આવ્યો હતો સપોર્ટઓગસ્ટમાં માઇક્રોસોફ્ટ દ્વારા વિન્ડોઝ 11માં LE ઓડિયો ફીચરનો સપોર્ટ આપવામાં આવ્યો હતો.

આ ફીચરની મદદથી ગેમ રમતી વખતે અથવા તો કોલ દરમ્યાન ખૂબ જ સારી ઓડિયો ક્વોલિટી મેળવી શકાય છે.

આ માટે વિન્ડોઝ દ્વારા યુઝરનો ઓડિયો એક્સપિરિયન્સ વધુ સારો રહે એ માટે એને લોન્ચ કરવામાં આવ્યું હતું. અન્ય ડિવાઇસ પણ હવે તેમના બ્લુટૂથમાં LE ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.

ગૂગલ હવે ઓરાકાસ્ટ ફીચર હેઠળ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને એન્ડ્રોઇડ 16ની ઓડિયો હિયરિંગ એડ્સ સાથે કનેક્ટ કરી રહી છે.

લિમિટેડ કોમ્પ્યુટરમાં છે આ ટેક્નોલોજીમાઇક્રોસોફ્ટ દ્વારા આ ટેક્નોલોજી હાલ પૂરતી લિમિટેડ કોમ્પ્યુટરમાં આપવામાં આવી છે.

આ ટેક્નોલોજી દરેક લેપટોપમાં નથી. અત્યારે કોપાઇલટ પ્લસ લેપટોપ જેવા કે 13.8 ઇંચ અને 15 ઇંચ સરફેસ લેપટોપ અને 13 ઇંચના સરફેસ પ્રોમાં આ ટેક્નોલોજી જોવા મળશે.

આ ટેક્નોલોજી હવે સેમસંગ ગેલેક્સી બુક5 360, ગેલેક્સી બુક5 પ્રો અને અન્ય લેટેસ્ટ લેપટોપમાં પણ જોવા મળશે. આ ટેક્નોલોજી હાલમાં લિમિટેડ હેડફોનમાં છે એથી દરેક એની સાથે કનેક્ટ થઈ શકે એવું જરૂરી નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!