HomeAllવંદે ભારત ટ્રેનનું નવું મોડેલ 4.0 ટુંક સમયમાં આવે છે !

વંદે ભારત ટ્રેનનું નવું મોડેલ 4.0 ટુંક સમયમાં આવે છે !

ટ્રેનની મહત્તમ ઓપરેટિંગ સ્પીડ હાલની 160 કિમી પ્રતિ કલાકથી વધારવામાં આવી રહી છે. નવું સંસ્કરણ અવાજ અને કંપન ઘટાડવા માટે બોગીમાં વધુ સારી સાઉન્ડ – બ્લોકિંગ સામગ્રીનો ઉપયોગ કરી શકે છે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે કહ્યું હતું કે વંદે ભારત ટ્રેન 4.0નું નવું વર્ઝન ટૂંક સમયમાં ટ્રેક પર ઉતરશે. આ ટ્રેન વિશ્વની અન્ય હાઈ સ્પીડ ટ્રેનોના તકનીકી પરિમાણને પૂર્ણ કરશે.

રેલવે મંત્રીએ દાવો કર્યો હતો કે વંદે ભારતનું નવું સંસ્કરણ ઝડપ, કંપન, મુસાફરીના સમય અને સુવિધાઓમાં વધુ સારું સાબિત થશે. તેમણે કહ્યું કે “ભારત નેક્સ્ટ જનરેશન હાઈ-સ્પીડ ટ્રેનો પર કામ કરી રહ્યું છે અને અન્ય બજાર પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે.

મંત્રીએ દિલ્હીનાં ભારત મંડપમ ખાતે 16મા આંતરરાષ્ટ્રીય રેલ ઇક્વિપમેન્ટ પ્રદર્શનનું ઉદૃ્ઘાટન કરતી વખતે આ વાત કહી હતી. ત્રણ દિવસીય પ્રદર્શન એશિયાનું સૌથી મોટું અને વિશ્વનું બીજું સૌથી મોટું રેલ પ્રદર્શન છે.

તેમાં વિશ્વના 15થી વધુ દેશોની 400થી વધુ કંપનીઓ તેમના ઉત્પાદનોનું પ્રદર્શન કરી રહી છે. આ કંપનીઓ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ચેક રિપબ્લિક, ચીન, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, નેધરલેન્ડ્સ, રશિયા, સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન, યુકે અને યુએસએની છે.

સારું પિકઅપ, લો અવાજ અને વાઇબ્રેશન

વૈષ્ણવે જણાવ્યું હતું કે વંદે ભારત 4.0 વર્તમાન શ્રેષ્ઠ વૈશ્વિક ટ્રેનો સાથે સ્પર્ધા કરવા અને આઉટપર્ફોર્મ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી રહી છે. હાલમાં, વંદે ભારત 3.0 52 સેકન્ડમાં શૂન્યથી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડે છે.

તે જાપાન અને યુરોપમાં શ્રેષ્ઠ ટ્રેનો કેટલાક કરતાં ઝડપી છે જે 100 ની ગતિ માટે સેક્નડ 54 મા પકડે છે.  તેમણે માહિતી આપી હતી કે, વંદે ભારત 4.0માં આ પિકઅપ ક્ષમતાને આગલા સ્તર પર લઈ જવામાં આવશે. વધુ સારી મોટર ટેક્નોલોજી અને લાઇટવેઇટ ડિઝાઇન સાથે, આ ટ્રેન ઓછા સમયમાં વધુ ઝડપ પ્રાપ્ત કરી શકશે.

આંતરરાષ્ટ્રીય ધારાધોરણો પર ભાર

1). વધુ સારી રાઇડ ક્વોલિટી બોગીની સસ્પેન્શન સિસ્ટમ સુધારવા પર કામ કરવામાં આવશે જેથી મુસાફરોને આંચકો અને કંપન ન લાગે.

2). અપગ્રેડ કરેલી બેઠકોને વધુ આરામદાયક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કોચની આંતરિક કારીગરી પણ આંતરરાષ્ટ્રીય ધોરણોની બનાવવામાં આવી છે.

3). નવી ટ્રેન સ્વદેશી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ `કવચ’ના નવીનતમ સંસ્કરણ 4.0થી સજ્જ હશે. સુરક્ષાનું અભૂતપૂર્વ સ્તર હશે.

4) ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજી કોચ ઉત્પાદન એકમો ઇન્ડસ્ટ્રી 4.0ની ક્ષમતાનો ઉપયોગ કરશે. આમાં રોબોટિક્સ અને અદ્યતન ઓટોમેશનનો સમાવેશ થાય છે.

5). સુધારેલ શૌચાલયો બાયો-વેક્યુમ શૌચાલયોને વધુ કાર્યક્ષમ અને સરળ બનાવવા પર કામ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!