HomeAllવોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર: બહુ જલદી નવા ગ્રૂપ મેમ્બર પણ...

વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર: બહુ જલદી નવા ગ્રૂપ મેમ્બર પણ વાંચી શકશે ભૂતકાળની ચેટ…

વોટ્સએપ હાલમાં નવા ફીચર પર કામ કરી રહ્યું છે જેની મદદથી નવા ગ્રૂપ મેમ્બર પણ ભૂતકાળની ચેટને વાંચી શકશે. આ ફીચરમાં રિસેન્ટ હિસ્ટ્રી શેરિંગ કહેવામાં આવી રહ્યું છે. આ ફીચર પણ હજી પણ કામ ચાલી રહ્યું છે અને એ પૂરું થયા બાદ એને બીટા વર્ઝનમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે. નવા યુઝર્સ જ્યારે પણ ગ્રૂપ જોઈન કરે તો તેઓ પણ આગળની ચેટ વાંચીને અન્ય મેમ્બર્સ સાથે એ વિશે વાત કરી શકે અને જાણી શકે એ માટે આ વર્ઝનને બનાવવામાં આવી રહ્યું છે.

રિસેન્ટ હિસ્ટ્રી શેરિંગ કેવી રીતે કામ કરશે? 

રીસેન્ટ હિસ્ટ્રી શેરિંગ ફીચરમાં નવા ગ્રૂપ મેમ્બર્સને જૂના ગ્રૂપ મેમ્બર્સની ભૂતકાળની થોડી વાતચીતને એક વિન્ડોમાં ચેટ હિસ્ટ્રી તરીકે રજૂ કરવામાં આવશે. જો એડમિન દ્વારા આ સુવિધા આપવા માટે પરવાનગી આપવામાં આવી હશે તો જ યુઝરને એ જોવા મળશે. એડમિન ઇચ્છે તો એને બંધ કરી શકે છે. આ દરેક મેસેજ એન્ડ-ટૂ-એન્ડ ઇન્ક્રિપ્ટેડ હશે આથી જે યુઝરને એ ચેટ હિસ્ટ્રી દેખાડવામાં આવશે એ જ એને જોઈ શકશે.

એડમિન કરી શકશે ફીચરને કન્ટ્રોલ 

એડમિન પાસે આ ફીચરને કન્ટ્રોલ કરવાની પરવાનગી હશે. એડમિન પાસે ગ્રૂપ પરમિશન માટેના કન્ટ્રોલ હોય છે અને એમાં રિસેન્ટ હિસ્ટ્રી ફીચર ચાલુ હશે તો જ એને યુઝર જોઈ શકશે. જો આ ફીચર ચાલુ હશે તો એ બેકગ્રાઉન્ડમાં ઓટોમેટિક કામ કરતું રહેશે અને જ્યારે કોઈ નવો યુઝર આવશે એને એ દેખાડવામાં આવશે. વોટ્સએપ દ્વારા હાલમાં છેલ્લા 24 કલાકની વાતચીત દેખાડવામાં આવશે, પરંતુ ભવિષ્યમાં આ ટાઇમને પણ એડમિન પોતાની રીતે પસંદ કરી શકશે. એટલે કે 24 કલાક કરતાં પણ વધુ સમય માટેની વાતચીતને જોઈ શકાશે.

ડેટા મેનેજમેન્ટને પણ પ્રાધાન્ય આપવામાં આવશે 

વોટ્સએપ દ્વારા આ ફીચરમાં હાલમાં છેલ્લા 24 કલાકની હિસ્ટ્રી દેખાડવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે. જોકે ઘણાં ગ્રૂપ એવા હોય છે જે ખૂબ જ એક્ટિવ હોય છે અને એમાં ઘણાં મીડિયા પણ શેર થતાં હોય છે. આથી વોટ્સએપ દ્વારા 24 કલાકની સાથે ડેટાને મેનેજ કરવા માટે ફક્ત 1000 મેસેજ દેખાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જો મેસેજ વધુ હશે તો ફક્ત 1000 મેસેજ જ જોઈ શકાશે નહીંતર છેલ્લા 24 કલાકની ચેટ. આ ફીચરની મદદથી યુઝરને ડેટા પણ બચશે અને એપ્લિકેશન ઓવરલોડ પણ નહીં થાય.

ગ્રૂપ ઇનવાઇટ લિંકમાં પણ કામ કરશે આ ફીચર 

ગ્રૂપમાં એડ કર્યા હોય એ જ યુઝર આ ફીચરનો ઉપયોગ કરી શકશે એવું નથી. એડમિન દ્વારા કોઈને ઇનવાઇટ કરવામાં આવ્યું હોય અથવા તો ગ્રૂપમાં જોડાવવા માટેની લિંક બનાવવામાં આવી હોય તો એ લિંક દ્વારા જોડાનાર યુઝર પણ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. આથી કઈ વ્યક્તિ ક્યારે અને કેવી રીતે જોડાશે એ મહત્ત્વનું નથી, પરંતુ દરેક નવા યુઝર્સને એક સરખા ફીચરનો ઉપયોગ કરવા મળે એને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!