
થોડા મહિના પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે વોટ્સએપ એક મીડિયા ફાઇલ માટેના ફીચર્સ લાવી રહી છે. આ ફીચરની અંદર યુઝર્સ તેની મીડિયા ફાઇલને બ્રાઉઝ કરી શકશે.

આ ફીચરમાં એક ડેડિકેટેડ મીડિયા હબ આપવામાં આવ્યું છે. આ મીડિયા હબમાં યુઝરની તમામ રિસેન્ટ ફાઇલ એક જ જગ્યાએ જોઈ શકશે. આથી યુઝર આ તમામ મીડિયા ફાઇલને મેનેજ અને વ્યુ કરી શકશે.

સાઇડબારમાં હવે એક નવું એન્ટ્રી પોઇન્ટ આપવામાં આવ્યું છે.આ સેક્શનમાં યુઝર્સ દ્વારા કરવામાં આવેલી તમામ વ્યક્તિ સાથેની વાતચીતમાં ફોટો, વીડિયો અને ડોક્યુમેન્ટ્સની સાથે લિંકને પણ એક્સેસ કરવાની પરવાનગી આપશે.

આ માટે યુઝરે હવે પર્સનલ ચેટ નહીં ખોલવી પડે. વોટ્સએપ આ ફીચરને હાલમાં લિમિટેડ યુઝર્સ સાથે ટેસ્ટ કરવાનું શરૂ કરી ચૂકી છે.

રિપોર્ટ મુજબ આ ફીચર હાલમાં લિમિટેડ વેબ ક્લાયન્ટ માટે જ ઉપયોગમાં છે. યુઝર્સ માટે આ ફીચર વધુ એક્સેસિબલ બનાવી શકાય એ માટે હવે એને મેક યુઝર્સ માટે પણ રજૂ કરવામાં આવી રહ્યું છે.



















