HomeAllવ્રજ હોસ્પિટલ દ્વારા પુત્ર શ્રેષ્ઠના જન્મદિન નિમિત્તે મફત માઈનર ઓપરેશન સેવા કેમ્પનું...

વ્રજ હોસ્પિટલ દ્વારા પુત્ર શ્રેષ્ઠના જન્મદિન નિમિત્તે મફત માઈનર ઓપરેશન સેવા કેમ્પનું આયોજન

દ્વારકા સ્થિત વ્રજ હોસ્પિટલ દ્વારા પુત્ર શ્રેષ્ઠના છઠ્ઠા જન્મદિનના પાવન અવસર નિમિત્તે સમાજહિતમાં એક સરાહનીય સેવા પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત મફત માઈનર ઓપરેશન સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં માઈનર ઓપરેશન તેમજ ઓપરેશન સંબંધિત જરૂરી રિપોર્ટ્સ સંપૂર્ણપણે મફત કરવામાં આવશે. સાથે સાથે દર્દીઓને પાંચ દિવસની દવા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

કેમ્પનું આયોજન ખંભાળિયાના જાણીતા જનરલ સર્જન ડૉ. પ્રકાશ ધારવિયા તથા દ્વારકાના સેવાભાવી ડૉ. સાગર કાનાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. જન્મદિનની ઉજવણીને સેવા સાથે જોડવાની આ પહેલ સમાજમાં વિશેષ પ્રશંસનીય બની છે.

કેમ્પ દરમિયાન તલ, મસા, કપાળી, સ્પોડો, કાનની બટ તેમજ વિંધી કે સાંધવી જેવા માઈનર ઓપરેશન મફત કરવામાં આવશે.

કેમ્પની વિગતો:

📅 તારીખ: 15/02/2026 (રવિવાર)

⏰ સમય: સવારે 9:00 થી સાંજે 7:00 સુધી

📍 સ્થળ: વ્રજ હોસ્પિટલ, નાયરા પેટ્રોલ પંપ પાસે, દ્વારકા

📞 પૂછપરછ માટે સંપર્ક: 9023757549

કેમ્પમાં ભાગ લેવા માટે આગોતરું નામ નોંધાવવું ફરજિયાત છે. નામ નોંધાવવાની છેલ્લી તારીખ 14/02/2026 છે. (Report: Ajay Kanjiya)

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments