HomeAllવરમોરા ગ્રુપની કવરટેક સિરામિકમાં માનવતાનો મહિમા, સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી આયોજિત કેમ્પમાં...

વરમોરા ગ્રુપની કવરટેક સિરામિકમાં માનવતાનો મહિમા, સંસ્કાર બ્લડ સેન્ટરના સહયોગથી આયોજિત કેમ્પમાં 65 યુનિટ રક્ત એકત્રિત

 મોરબી : મોરબીના સરતાનપર વિસ્તારમાં સ્થિત વરમોરા ગ્રુપની કવરટેક સિરામિક પ્રા. લિ. દ્વારા સામાજિક પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું

. આ કેમ્પમાં કંપનીના સ્ટાફ સભ્યો તેમજ યુવા કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કુલ 65 રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. રક્તદાન જેવી જીવનદાયી પ્રવૃત્તિ દ્વારા અનેક જરૂરિયાતમંદ દર્દીઓને નવી આશા અને જીવનદાન મળી શકે તેવા સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો.

કેમ્પના આયોજન અને વ્યવસ્થામાં પ્રમોદભાઈ વરમોરા, બિમલભાઈ હરણીયા તેમજ કવરટેક સિરામિકના ઓફિસ સ્ટાફ અને યુવા ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેમની સંકલિત મહેનતના પરિણામે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ અવસરે સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી તથા સંચાલક રમેશભાઈ માકાસણાએ કવરટેક સિરામિકના સ્ટાફ પરિવાર અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ આવા સામાજિક કાર્યોથી સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાતો રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!