ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય, 14 સરકારી યુનિવર્સિટીમાં ભરતીના સમાન નિયમો અમલી

યુઝર્સની સૌથી મોટી માંગ પૂરી થઈ: WhatsAppના ઇતિહાસમાં ‘ગ્રુપ મેસેજ હિસ્ટ્રી’ એ સૌથી વધુ રિક્વેસ્ટ કરવામાં આવેલું ફીચર છે. મેટાના જણાવ્યા અનુસાર, લાખો યુઝર્સ એવી ટેકનોલોજી ઈચ્છતા હતા કે જેમાં નવા મેમ્બર્સને જૂના મેસેજ દેખાય, જેથી ગ્રુપ ચેટિંગનો અનુભવ વધુ સ્મૂધ અને અર્થપૂર્ણ બની શકે. આ ફીચર હવે ગ્લોબલ લેવલે રોલ આઉટ થઈ રહ્યું છે
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં ભરતી નિયમોમાં મોટો સુધારો કરતો પરિપત્ર જાહેર કર્યો હતો. જે અંતર્ગત હવેથી તમામ સરકારી યુનિવર્સિટીમાં એસોસિએટ પ્રોફેસર અને પ્રોફેસરની સીધી ભરતીમાં ‘અધ્યાપક સહાયક’ તરીકેના 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળાને અનુભવ તરીકે માન્ય રાખવામાં આવશે.
ફિક્સ પગારનો શૈક્ષણિક અનુભવ પણ માન્ય ગણાશે
હકીકતમાં અત્યાર સુધી પ્રોફેસર સહિત ઉચ્ચ શૈક્ષણિક પદો માટે ભરતી પ્રક્રિયા દરમિયાન ફિક્સ પગાર પર આધ્યાપક સહાયક તરીકે આપવામાં આવેલી સેવાને અનુભવ તરીકે ગણતરીમાં લેવામાં આવતી નહતી. જેના પરિણામે અનેક લાયકાત ધરાવતા ઉમેદવારોને અન્યાય થતો હતો. જો કે નવા નિયમ પ્રમાણે, હવેથી 5 વર્ષ સુધીનો ફિક્સ પગારનો શૈક્ષણિક અનુભવ પણ માન્ય ગણવામાં આવશે.
પારદર્શિતા અને સમાનતા જાળવવા માટે નિયમ
અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગે આપવામાં આવેલા અભિપ્રાયના આધારે એવા જ માપદંડો રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં અમલ કરવામાં આવશે. શિક્ષણ વિભાગના આદેશ અનુસાર, પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં રહેલી વિસંગતતા દૂર કરીને પારદર્શિતા અને સમાનતા જાળવવા માટે ખાસ પગલા લેવામાં આવશે.
સરકારી યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા માટે એક સરખા નિયમો લાગૂ કરવામાં આવશે.
ગુજરાતની તમામ 14 મુખ્ય સરકારી યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયા માટે એક સરખા નિયમો લાગૂ કરવામાં આવશે. જેમાં ગુજરાત યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ. યુનિવર્સિટી, દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી, બાબા સાહેબ આંબેડકર ઑપન યુનિવર્સિટી સહિત તમામ સરકારી યુનિવર્સિટીઓમાં તાત્કાલિક અમલમાં આવશે
કોન્ટેક્સ્ટ ગેપ દૂર થશે: અગાઉ જ્યારે કોઈ નવો સભ્ય ગ્રુપમાં આવતો ત્યારે તેને ખાલી સ્ક્રીન દેખાતી હતી. હવે, એડમિન નક્કી કરી શકશે કે તેને અગાઉના કેટલા મેસેજ બતાવવા. 25 થી 100 મેસેજની આ લિમિટ એટલા માટે રાખવામાં આવી છે જેથી નવા મેમ્બર પર મેસેજનો ભાર ન વધે અને તેને માત્ર સૌથી તાજેતરની અને જરૂરી માહિતી જ મળે

એડમિન કંટ્રોલ અને પ્રાઈવસી: આ ફીચર સંપૂર્ણપણે એડમિનના નિયંત્રણમાં છે. મેટાએ ભાર મૂક્યો છે કે મેસેજ હિસ્ટ્રી આપમેળે શેર થશે નહીં. જો કોઈ પર્સનલ અથવા સેન્સિટિવ ગ્રુપ હોય, તો એડમિન આ ફીચરને બંધ રાખી શકે છે. આનાથી યુઝર્સની પ્રાઈવસી જળવાઈ રહેશે અને અનિચ્છનીય મેસેજ શેરિંગ અટકશે

પારદર્શક નોટિફિકેશન સિસ્ટમ: જ્યારે પણ મેસેજ હિસ્ટ્રી શેર કરવામાં આવશે, ત્યારે ગ્રુપના જૂના મેમ્બર્સને અંધારામાં રાખવામાં આવશે નહીં. સિસ્ટમ દ્વારા દરેકને નોટિફાઈ કરવામાં આવશે કે જૂના મેસેજ નવા મેમ્બર સાથે શેર કરવામાં આવ્યા છે. આ મેસેજીસ સામાન્ય ચેટથી અલગ દેખાશે અને તેમાં મોકલનારનું નામ અને ચોક્કસ સમય પણ લખેલો હશે

WhatsAppનું નવું રૂપ: છેલ્લા કેટલાક મહિનાઓમાં WhatsAppએ તેની ગ્રુપ ચેટિંગ પ્રોસેસને ખૂબ આધુનિક બનાવી છે. મેમ્બર ટેગિંગ, નવા સ્ટીકર્સ અને ઇવેન્ટ રિમાઇન્ડર જેવા ફીચર્સ પછી ગ્રુપ મેસેજ હિસ્ટ્રી એ ગ્રાહક અનુભવને સુધારવા તરફનું મોટું પગલું છે. આ અપડેટ વ્યવસાયિક ગ્રુપ્સ અને મિત્રોના મોટા ગ્રુપ્સ માટે ગેમ-ચેન્જર સાબિત થશે

















