
જો તમે પણ દરરોજ મેસેજિંગની સાથે વોટ્સએપ (WhatsApp) કોલિંગનો વધુ ઉપયોગ કરો છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. મેટાના આ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ પર ટૂંક સમયમાં એક નવું ફીચર આપવા જઈ રહ્યું છે,

જેની મદદથી યુઝર્સ વોઇસ અને વીડિયો કોલ દરમિયાન ‘નોઇઝ કેન્સલેશન'(Noise Cancellation) ઓન કરી શકશે. તાજેતરના અહેવાલો મુજબ, આ ફીચર બેકગ્રાઉન્ડના અવાજને ફિલ્ટર કરી દેશે, જેનાથી કોલિંગ દરમિયાન અવાજ વધુ સ્પષ્ટ અને ક્લિયર સંભળાશે.

ઇન-બિલ્ટ નોઇઝ કેન્સલેશન સાથે કોલિંગ એક્સપિરિયન્સ બનશે વધુ શાનદાર
વોટ્સએપ છેલ્લા કેટલાક સમયથી કોલિંગ એક્સપિરિયન્સને વધુ સારો બનાવવા માટે સતત કામ કરી રહ્યું છે. આ નવા બદલાવ માત્ર વોટ્સએપ વેબ પર જ નહીં, પરંતુ એન્ડ્રોઇડ(Android) અને આઈઓએસ(iOS) એપમાં પણ જોવા મળશે. રિપોર્ટ્સ અનુસાર, એન્ડ્રોઇડ 2.26.11.8 ના લેટેસ્ટ બીટા અપડેટમાં આ ઇન-બિલ્ટ નોઇઝ કેન્સલેશન ફીચર જોવા મળ્યું છે.

આ ટૅક્નોલૉજી ટ્રાફિક, પવન કે આસપાસ થતી વાતચીત જેવા વધારાના અવાજને દૂર કરી દેશે અને યુઝરના અવાજ પર ફોકસ કરશે. જેના કારણે ઘોંઘાટવાળા વિસ્તારમાં હોવા છતાં સામેની વ્યક્તિને તમારો અવાજ એકદમ સાફ સંભળાશે.

આઈફોનના ‘વોઇસ આઇસોલેશન’ જેવું ફીચર હવે વોટ્સએપમાં
મહત્ત્વનું છે કે, અત્યાર સુધી એન્ડ્રોઇડ પર કોઈ પણ ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ આ પ્રકારની નોઇઝ કેન્સલેશનની સુવિધા આપતું નથી. જોકે, આઈફોન અને આઈપેડમાં એપલ ‘વોઇસ આઇસોલેશન’ જેવા માઇક મોડલ ઓફર કરે છે,

જે કોલ દરમિયાન આસપાસના શોરબકોરને ફિલ્ટર કરે છે. વોટ્સએપ દ્વારા હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ તેને તમામ યુઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવે તેવી શક્યતા છે.
















