
આધારકાર્ડ ડાઉનલોડ કરવું હવે એકદમ સરળ થઈ ગયું છે, કારણકે સરકારે વોટ્સએપ માં આધાર ડાઉનલોડ કરવાની સુવિધા શરૂ કરી છે. તો જાણો આ સૌથી સરળ સ્ટેપ્સ વિશે.
ડિજિટલ ઇન્ડિયાની દિશામાં ભારત સરકારે એક મોટું પગલું ઉઠાવ્યું છે. હવે આધારકાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે UIDAI ની વેબસાઇટ પર જવાની જરૂર નથી. આ સાથે તમારે DigiLocker એપ ઓપન કરવાની પણ જરૂર નથી. સરકારે એવી સુવિધા શરૂ કરી છે જેના દ્વારા તમે સીધા વોટ્સએપ પર જ તમારું આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ નવી સુવિધા MyGov Helpdesk ની ઓફિશિયલ વોટ્સએપ ચેટબોટની મદદ લેવાની રહેશે.

જો કે અત્યાર સુધીમાં આધાર ડાઉનલોડ કરવાની આ પ્રક્રિયા લોકોને અઘરી લાગતી હતી. વેબસાઇટ લોગિન કરવું, ઓટીપીની રાહ જોવી તેમજ પીડીએફ ડાઉનલોડ કરવામાં સમય વધારે જતો હતો. હવે વોટ્સએપ દ્વારા આ પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવી છે.

આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
નવી સેવાનો ફાયદો ઉઠાવતા પહેલાં આ શરતો પૂરી કરવી જરૂરી છે. તમારી પાસે આધારથી લિંક મોબાઇલ નંબર હોવો જોઈએ. આ એક્ટિવ DigiLocker એકાઉન્ટ હોવું જોઈએ. તમારા ફોનમાં MyGov Helpdesk નો ઓફિશિયલ નંબર +91-9013151515 સેવ હોવો જોઈએ.

આ સરળ સ્ટેપ્સ ફોલો કરો
સૌથી પહેલાં +91-9013151515 નંબર સેવ કરી લો.
ત્યારબાદ વોટ્સએપ ખોલીને આ નંબર પર Hi અથવા Namaste લખીને મેસેજ મોકલો. આમ કરવાથી તમારી પ્રક્રિયા શરૂ થશે.
ચેટબોટ તરફથી બતાવવામાં આવેલા મેનુમાં ‘DigiLocker Services’ નો વિકલ્પ પસંદ કરો.

હવે તમારો 12 આંકડાનો નંબર નોંધો.
તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. આ ઓટીપી નોંધીને વેરિફિકેશન કરો.
વેરિફિકેશન પૂરું થતા જ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ જોવા મળશે.

ગણતરીની સેકન્ડોમાં જ તમને વોટ્સએપમાં PDF ફાઈલ મળી જશે.
ખાસ ધ્યાન રાખો કે એકવારમાં તમે માત્ર એક જ ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકશો. આ સાથે આધાર DigiLocker થી લિંક હોવું જરૂરી છે. આધાર પહેલાંથી લિંક નથી તો તમે આ DigiLocker એપ તેમજ વેબસાઇટ દ્વારા સરળતાથી એડ કરી શકો છો.

આમ, તમે આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને સરળતાથી તમારા વોટ્સએપમાં આધારકાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. આ તમને અનેક રીતે કામમાં આવી શકે છે. આધારકાર્ડ એક જરૂરી ડોક્યુમેન્ટ છે જેને સાચવીને રાખવું ખૂબ જરૂરી છે.










