HomeAllWhatsAppને હવે ફેસબુક સાથે કરી શકશો લિંક! લોન્ચ થવા જઈ રહ્યું છે...

WhatsAppને હવે ફેસબુક સાથે કરી શકશો લિંક! લોન્ચ થવા જઈ રહ્યું છે નવું ફીચર

WhatsApp પોતાના યુઝર્સના અનુભવો વધુ સારા બનાવવા માટે પ્લેટફોર્મમાં સમયાંતરે નવા ફીચર ઉમેરતું રહે છે. હવે કંપનીએ ફેસબુક માટે નવુ ફિચર રજૂ કરવાની યોજના બનાવી રહી છે, જે હેઠળ યુઝર્સ તેમના ફેસબુક એકાઉન્ટને  WhatsApp સાથે લિંક કરી શકે છે.  આ ફિચર એન્ડ્રોઈડના લેટેસ્ટ બીટા વર્ઝન v2.25.26.12માં જોવા મળે છે. એ પછી યુઝર્સ  WhatsApp પ્રોફાઇલ પર Instagram લિંકની જેમ ફેસબુક આઇકોન અને હેન્ડલ પ્રદર્શિત કરી શકશે.

સુવિધાઓ અને યુઝર કન્ટ્રોલ

આ ફીચર સંપૂર્ણપણે વૈકલ્પિક છે, એટલે યુઝર્સ ઈચ્છે તો તેના ફેસબુક પ્રોફાઈલ લિંક જોડી શકે છે. લિંક જોડ્યા પછી એકાઉન્ટ્સ સેન્ટર દ્વારા ચકાસણી કરવામાં આવશે. વેરિફાઈડ પ્રોફાઇલ્સ સાથે ફેસબુક આઇકોન દેખાશે, જે તેમની ઓળખની પુષ્ટિ કરશે અને નકલી એકાઉન્ટ્સની શક્યતા ઘટાડશે. જો યુઝર્સ ઇચ્છે તો વેરિફિકેશન વગર પણ લિંક ઉમેરી શકે છે, માત્ર પ્રમાણભૂત લિંક અને સંપૂર્ણ URL જોવા મળશે, જે બિલકુલ Instagram લિંક્સની જેવી હશે.

ભવિષ્યની સંભાવનાઓ

WhatsAppનું નવા ફીચરથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં અરસપરસ જોડવા માટે મોટી વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે. ભવિષ્યમાં  X અથવા LinkedIn જેવા અન્ય પ્લેટફોર્મ પણ WhatsApp પ્રોફાઇલ્સ સાથે લિંક થઈ શકે છે. જેથી યુઝર્સ પોતાની ઓનલાઈન ઓળખ બહુવિધ નેટવર્ક્સ પર સરળતાથી શેર કરી શકશે અને ચકાસી શકશે. આ ફેરફાર મેસેજિંગ એપ્લિકેશનને માત્ર ચેટિંગથી આગળ વધારીને સામાજિક કનેક્શન માટે એક મજબૂત સાધન બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!