HomeAllયુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું 'જગ વસંત' જહાજ ગુજરાતના...

યુદ્ધના સંકટ વચ્ચે 42 હજાર ટન LPG ભરેલું ‘જગ વસંત’ જહાજ ગુજરાતના કંડલા પહોંચ્યું

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઊર્જા સુરક્ષા માટે સુખદ સમાચાર આવ્યા છે. 42 હજાર મેટ્રિક ટનથી વધુ એલપીજી (LPG) ગેસ લઈને ‘જગ વસંત’ નામનું ટેન્કર આજે સવારે ગુજરાતના કંડલા પોર્ટ પર આવી પહોંચ્યું છે. આ જથ્થો દેશમાં ગેસ સપ્લાયને સ્થિર રાખવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

મિડ-સી ટ્રાન્સફર દ્વારા ગેસ ઉતારવામાં આવશે

કંડલા પોર્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, ગેસનો જથ્થો ઝડપથી પહોંચાડવા માટે ‘મિડ-સી ટ્રાન્સફર’ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં સમુદ્રની વચ્ચે જ જહાજમાંથી ગેસને અન્ય સિસ્ટમ અથવા પોર્ટની સુવિધાઓ સુધી પહોંચાડવામાં આવે છે, જેથી સમય બચે છે અને સપ્લાય ચેઈન ઝડપથી કાર્યરત થાય છે.

ભારતને મળી રહી છે વિશેષ છૂટછાટ

નોંધનીય છે કે હોર્મુઝના રસ્તે અત્યારે અત્યંત મર્યાદિત દેશોને જ જહાજ લઈ જવાની મંજૂરી મળી રહી છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. ઈરાન સાથેના સારા સંબંધોને કારણે અત્યાર સુધીમાં ભારતના 4 મહત્વના ઓઈલ અને ગેસ ટેન્કરો સુરક્ષિત રીતે ભારત પહોંચી શક્યા છે.

અત્યાર સુધી ભારત પહોંચેલા અન્ય ટેન્કરો

MT શિવાલિક (LPG): 16 માર્ચ – મુંદ્રા પોર્ટ

MT નંદા દેવી (LPG): 17 માર્ચ – કંડલા પોર્ટ

જગ લાડકી (ક્રૂડ ઓઈલ): 18 માર્ચ – મુંદ્રા પોર્ટ

Shenlong (ક્રૂડ ઓઈલ): 11 માર્ચ – મુંબઈ પોર્ટ

RELATED ARTICLES

Most Popular

Recent Comments