HomeAllયુક્રેનમાં સરેન્ડર કરનારા સાહિલ માજોઠીએ વ્હોટ્સએપ કોલથી માતા સીનાબેન સાથે વાત કરી:...

યુક્રેનમાં સરેન્ડર કરનારા સાહિલ માજોઠીએ વ્હોટ્સએપ કોલથી માતા સીનાબેન સાથે વાત કરી: આંખોમાંથી અશ્રુના બંધ તૂટ્યા

મોરબીના સાહિલ માજોઠી નામના યુવાને યુક્રેનમાં સરેન્ડર કર્યું છે અને હાલ માટે યુક્રેનમાં છે દરમિયાન ગઇકાલે સાહિલ માજોઠીએ લગભગ એક વર્ષ પછી તેની માતા સાથે વ્હોટ્સ એપ કોલથી વાત કરી હતી. અને તેને ભારત પરત લાવવા માટે સરકાર દ્વારા મદદ કરવામાં આવે તેવી અપીલ કરી હતી.

આ ઈ-પેપર પૂરું વાંચો, ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલી ફ્રન્ટ પેજની ઇમેજ પર ક્લિક કરો. અથવા નીચે આપેલ ડાઉનલોડની લિંક પરથી pdf ડાઉલનલોડ કરો

DOWNLOAD E-PAPER HERE

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતો સાહિલ માજોઠી નામનો યુવાન રશિયામાં અભ્યાસ કરવા માટે મોરબીથી ગયો હતો અને ત્યાં તે કુરિયર સર્વિસમાં પાર્ટ ટાઈમ જોબ કરતો હતો .

દરમિયાન કુરિયરમાં મોકલાયેલ પાર્સલની અંદર ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને રશિયાની પોલીસે તેની ધરપકડ કરી હતી અને ત્યારે સાહિલે કુરિયર ક્યાંથી લાવ્યો છે તે સહિતની તમામ માહિતી રશિયાની પોલીસને આપી દીધી હતી તેમ છતાં પણ સાહિલને ડ્રગ્સ કેસમાં ફસાવીને રશિયાની જેલમાં બંધ કરીને ડ્રગ્સના કેસમાં તેને સજા કરવામાં આવી હતી જેથી તે રશિયાની જેલમાં હતો તેવામાં તેને અનેક પ્રકારના પ્રલોભનો છેલ્લા મહિનાઓ દરમિયાન રશિયન પોલીસ દ્વારા આપવામાં આવ્યા હતા.

અંતે સાહિલને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે થઈને તૈયાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને 15 દિવસની આર્મીની રશિયામાં ટ્રેનીંગ આપવામાં આવી હતી અને ત્યાંથી તેને યુક્રેન સામે યુદ્ધ કરવા માટે યુક્રેનની બોર્ડરે લઈ ગયા હતા જોકે, સાહિલે યુક્રેન સામે યુદ્ધ લડવાના બદલે યુક્રેનની બોર્ડર ઉપર જઈને યુક્રેનમાં સરેન્ડર કર્યું હતું .

અને ત્યારબાદ છેલ્લા 3સાડા ત્રણ મહિનાથી સાહિલ માંજોઠી હાલમાં યુક્રેનમાં છે ત્યારે તેને હેમખેમ પરત લાવવા માટે થઈને તેની માતા હસીનાબેન માજોઠી દ્વારા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને દિલ્હી હાઇકોર્ટ સુધીના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે હાલમાં તેઓના દિલ્હી હાઇકોર્ટના વકીલ દીપા જોસેફ યુક્રેન ખાતે પહોંચ્યા છે અને ત્યાં તેઓએ સાહિલ સાથે મુલાકાત કરી હતી.

સોમવારે બપોરે પોણા ચારેક વાગ્યાના અરસામાં સાહિલ માંજોઠીની તેની માતા સાથે સાહિલની વ્હોટ્સ એપ કોલથી વાત થઈ હતી અને લગભગ 18 મિનિટ જેટલી વાતચીત ચાલી હતી .

વર્કશોપનું ગુગલ મેપ પર લોકેશન મેળવવા માટે એડ પર ક્લિક કરો

તે દરમ્યાન 10 મિનિટ કરતાં વધુ સમય સુધી બંને બાજુએથી માતા અને પુત્રના ચોધાર આંસુ વહેતા રહ્યા હતા કારણ કે, છેલ્લા એક વર્ષથી સાહિલ માજોઠીએ તેની માતા સાથે વિડીયો કોલથી વાત કરી ન હતી અને હાલ તે યુક્રેન ખાતે હેમખેમ છે તે જાણીને માતાએ પણ રાહત શ્ર્વાસ લીધો છે અને જે રીતના પ્રયત્નો હાલમાં સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે તે જોતાં સાહિલ માજોઠી વહેલી તકે હેમખેમ પરત ભારત આવશે તેવી લાગણી સાહિલની માતાએ વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!