મોરબીમાં અઘારા પરિવારના ભાગવત સપ્તાહમાં યોજાયેલા રક્તદાન કેમ્પમાં 55 લોકોએ રક્તદાન કર્યું

મોરબી: તા. 23/11/2026: મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલા રામોજી ફાર્મ ખાતે અઘારા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ અંતર્ગત તા. 20 નવેમ્બરના રોજ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં 55 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી માનવતાની સેવા માટે યોગદાન આપ્યું હતું.

રક્તદાન કેમ્પને સફળ બનાવવા અરજણભાઈ અઘારા, ભાવિકભાઈ અઘારા, જયદીપભાઈ અઘારા, હરેશભાઈ અઘારા સહિત અઘારા પરિવારના સભ્યો, સગા-સંબંધીઓ અને મિત્રજનોએ સહયોગ આપ્યો હતો.

સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ આયોજકો, રક્તદાતાઓ તેમજ અઘારા પરિવારનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ ભાગવત સપ્તાહમાં ધ્રાંગધ્રાના સ્વામિનારાયણ આશ્રમના સદગુરુ શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી સ્વામી દ્વારા ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મોરબીના ભક્તજનોએ ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો હતો.