
તમારા ફોનમાં કોઈ ડિલિવરી એજન્ટનો કોલ આવે છે અને તમને આ કોડ ડાયલ કરવાનું કહે છે તો એલર્ટ થઈ જાવો. આ તમને છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે

સમયની સાથે વધતી ટેક્નોલોજીએ સ્કેમર્સ માટે ફ્રોડના નવા રસ્તા ખોલી દીધા છે. સ્કેમર્સ લોકોને પોતાની જાળમાં ફસાવવા માટે જાતજાતના નવા રસ્તાઓ શોધી રહ્યાં છે. પહેલાં સ્કેમર્સ લિંક મોકલીને લોકોને છેતરતા હતા. જો કે હવે આ ટેકનિક બદલીને સ્કેમની રીત ચેન્જ કરી રહ્યાં છે. સ્કેમર્સ તમને એક નાનો USSD કોડ ડાયલ કરાવે છે અને થોડીવારમાં તમારું એકાઉન્ટ ખાલી કરી દે છે. જો કે આ વાતને લઈને ભારત સરકારે લોકોને એલર્ટ કર્યાં છે.

શું છે સ્કેમર્સની નવી રીત?
સાયબર ગુનેગારો લોકોને ફસાવવા માટે એક નવી રીત અપનાવી રહ્યાં છે, જે ડિલિવરી એજન્ટ બનીને એક નાનો USSD કોડ ડાયલ કરાવે છે. આ કોડ તમારા ફોનમાં કોલ રેકોર્ડિંગ ઓન કરી દે છે. ફોનમાં કોલ ફોરવર્ડિંગ સ્ટાર્ટ થતા જ તમારા જરૂરી કોલ્સ સીધા સ્કેમર્સની પાસે ફોરવર્ડ થઈ જાય છે. જેની મદદથી સ્કેમર્સ તમારા બેન્કમાંથી આવતા વેરિફિકેશન કોલ, OTP કન્ફર્મેશન કોલ, વોટ્સએપ, ટેલિગ્રામ જેવી એપ્સની સિક્યોરિટી કોલ તમારા ફોન પર ફોરવર્ડ કરી દે છે. ત્યારબાદ આ બધાની મદદથી તમારા એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લે છે અને પાસવર્ડ પણ ચેન્જ કરી દે છે. આમ, ઓવરઓલ તમારું એકાઉન્ટ લોક કરી દે છે.

સ્કેમર્સ કેવી રીતે લોકોને પોતાની જાળમાં ફસાવે છે?
સ્કેમર્સ પોતાની જાળમાં ફસાવવા માટે ઘણીવાર પોતે કોરિયર તેમજ ડિલિવરી એજન્ટ બની જાય છે, જેમાં તેઓ કહે છે કે તમારું પાર્સલ અટકી ગયું છે. ડિલિવરી રીશેડ્યુઅલ કરીને એ એડ્રેસ કન્ફર્મ કરવા તેમજ બીજા કોઈ નામ પર એક નાનો કોડ ડાયલ કરાવે છે. આમ, તમે જો તમે ગુનેગારના કહેવા પર આ કામ કરી દો છો તો છેતરપિંડીનો શિકાર બની જાવો છો.

કયા USSD કોડ ખતરનાક હોય છે?
આમ, તમને જણાવી દઈએ કે જે USSD કોડની શરૂઆત 21, 61, 67 જેવા નંબરોથી થાય છે એ ક્યારેય ડાયલ કરશો નહીં. આ કોડ ડાયલ કરતાની સાથે તમારા ફોનના કોલ ફોરવર્ડિંગ થઈ જાય છે. આમ, ભૂલથી કોલ ફોરવર્ડિંગ ઓન થઈ જાય તો તરત ##002# ડાયલ કરીને ફોરવર્ડિંગ બંધ કરી શકો છો.












