Category: Guajrat

All the State level news publishing in this category

  • GST Reform: મારૂતિથી ટાટા સુધી આ કારો 12% થશે સસ્તી, જાણો કઈ રીતે ગ્રાહકોને મળશે ફાયદો

    GST Reform: મારૂતિથી ટાટા સુધી આ કારો 12% થશે સસ્તી, જાણો કઈ રીતે ગ્રાહકોને મળશે ફાયદો

    જીએસટી કાઉન્સિલે ટેક્સ સ્ટ્રક્ચરમાં ફેરફાર કરતા લોકોને મોટી રાહત આપી છે. હવે ગાડીઓ પર માત્ર બે દર (4 મીટરથી ઓછી લંબાઈવાળી કાર અને 350 સીસી સુધીની મોટરસાઇકલો પર 18 ટકા જીએસટી) લાગૂ થશે, જ્યારે 4 મીટરથી વધુ લંબાઈવાળી કારો અને મોટી એસયુવી પર 40 ટકા ટેક્સ લાગશે.

    આ ફેરફારનો સૌથી મોટો ફાયદો નાના બજેટવાળા લોકોને મળશે, જે લાંબા સમયથી મોંઘવારી અને આવક ઓછી હોવાને કારણે ગાડીઓની ખરીદીથી દૂર હતા.

    નાની કારના ભાવમાં 12% સુધીનો ઘટાડોવાસ્તવમાં, નવા માળખામાં, 1200 સીસીથી ઓછા એન્જિનવાળી પેટ્રોલ કાર અને 1500 સીસી સુધીની ડીઝલ કાર, જેની લંબાઈ 4 મીટરથી ઓછી છે, હવે ફક્ત 18% ટેક્સના દાયરામાં આવશે. અત્યાર સુધી, આના પર 29-31% જીએસટી લાગતો હતો.

    આ ફેરફારથી કિંમતોમાં 12-12.5% ઘટાડો થઈ શકે છે. ઉદાહરણ તરીકે, 5 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતવાળી કાર હવે લગભગ 62,500 રૂપિયા સસ્તી થશે.

    ટૂ-વ્હીલર પણ થશે સસ્તાટૂ-વ્હીલર સેગમેન્ટમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. 350 સીસીથી ઓછા એન્જિન ક્ષમતાવાળી બાઇકો પર હવે માત્ર 18 ટકા જીએસટી લાગશે, જેના પર પહેલા 28 ટકા ટેક્સ આપવો પડતો હતો. તેની સીધી અસર 100 સીસીથી લઈને 150 સીસી સેગમેન્ટમાં વેચાનારી હીરો સ્પ્લેન્ડર, હોન્ડા શાઇન અને બજાજ પલ્સર જેવી પોપુલર બાઇકો પર પડશે.

    મોટા વાહનો અને ઓટો પાર્ટ્સતમને જણાવી દઈએ કે નાની કાર અને બાઇક ઘણી સસ્તી થઈ ગઈ છે, ત્યારે મોટી કાર, એસયુવી અને લક્ઝરી વાહનો પણ થોડા સસ્તા થશે. હવે તેમના પર 40% ટેક્સ લાગશે, જ્યારે પહેલા સેસ સહિત 43-50% ટેક્સ લાગતો હતો.

    ઉપરાંત, ઓટો પાર્ટ્સ પર 28% ને બદલે 18% નો એકસમાન દર લાગુ થશે, જેનાથી વાહનોની કુલ કિંમતમાં ઘટાડો થશે.ઓટો ઉદ્યોગ માટે પ્રોત્સાહનનિષ્ણાતો માને છે કે GST 2.0 નું આ પગલું ઓટો ઉદ્યોગ માટે ગેમ ચેન્જર સાબિત થશે.

    S&P ગ્લોબલ મોબિલિટીના એસોસિયેટ ડિરેક્ટર ગૌરવ વાંગલના મતે, નાની કાર પર ટેક્સ ઘટાડીને 18% કરવાથી તહેવારોની મોસમ દરમિયાન એન્ટ્રી-લેવલ કારની માંગમાં વધારો થશે.

    ખાસ કરીને ફ્રન્ટ અને પંચ જેવી કોમ્પેક્ટ ક્રોસઓવર કારની વધતી માંગને જોતા, તેમણે કહ્યું કે મારુતિ, ટાટા અને મહિન્દ્રા જેવી કંપનીઓને આનો સૌથી વધુ ફાયદો થશે,વેચાણમાં ઘટાડોઉદ્યોગના ડેટા દર્શાવે છે કે નાણાકીય વર્ષ 25 માં, કોમ્પેક્ટ કાર અને હેચબેકનું વેચાણ 13% ઘટીને 1 મિલિયન યુનિટ થયું,

    જ્યારે SUVનું વેચાણ 10% વધીને લગભગ 23.5 મિલિયન યુનિટ થયું. કુલ પેસેન્જર વાહન બજારમાં નાની કારનો હિસ્સો સતત પાંચમા વર્ષે ઘટીને 23.4% થયો. આવી સ્થિતિમાં, સરકારના આ નિર્ણયથી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નાની કારનું વેચાણ પાછું પાટા પર આવશે અને બજારમાં સંતુલન રહેશે.

  • નાણામંત્રીની જિદથી જીએસટીમાં રાહતનો ફેસલો વહેલો થયો

    નાણામંત્રીની જિદથી જીએસટીમાં રાહતનો ફેસલો વહેલો થયો

    જીએસટી પરિષદની બેઠકમાં કટ સ્લેબ ઘટાડીને ચારની જગ્યાએ બે કરવા અને ટેકસમાં રાહત આપવાની ચર્ચા દરમિયાન વિપક્ષ શાસિત ચાર રાજયો કેરળ, કર્ણાટક, પંજાબ અને પશ્ચિમ બંગાળે રાજસ્વમાં નુકશાનની ભરપાઈની માંગ કરી વિરોધ કર્યો હતો.

    પરંતુ કેન્દ્રીય નાણામંત્રી ફેસલો લેવા માટે અડગ હતા. તેમણે કહ્યું હતું કે હું આખી રાત બેસવા તૈયાર છું પણ ફેસલો તો આજે જ લેવાશે, આખરે તેમણે મતદાનની ચેતવણક્ષ આપતા વિપક્ષ શાસિત રાજયોનું વલણ ઢીલુ પડયું હતું.

    વિપક્ષ શાસિત રાજયોએ રાજસ્વ (આવક)માં હાનીની ભરપાઈ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી નિર્ણયને ટાળવાનો પ્રયાસ કર્યો હતો.

    જોકે નાણામંત્રી કોઈપણ હાલમાં નિર્ણય લેવા અડગ હતા અને તેમણે નિર્ણય પર મતદાન કરવાની ચેતવણી આપતા આ રાજયોનું વલણ નરમ પડયું હતું.

    વિપક્ષોની આ માંગને કારણે જીએસટી પરિષદની લંબાઈ હતી.આ તકે નાણામંત્રી સીતારામને કહ્યું હતું કે તે ઈચ્છે છે કે નિર્ણય હંમેશાની જેમ સામાન્ય સહમતીથી થાય જો આ આમ સહમતી નથી બનતી તો મતદાન કરીને નિર્ણય લેવામાં આવશે.

    નાણામંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર રાજયોની પરેશાનીઓના હલ કાઢશે. કારણ કે આ નિર્ણયથી સામાન્ય લોકોને રાહત આપવામાં આવી રહી છે અને આમાં વિપક્ષોએ સહકાર આપવો જોઈએ.

    નાણામંત્રીના કડક વલણ બાદ પશ્ચિમ બંગાળ, પંજાબ સહિત અન્ય વિપક્ષ શાસીત રાજયોના નાણામંત્રીઓએ કેરળ અને કર્ણાટકના નાણા મંત્રીઓને મનાવ્યા હતા.

    મતદાનની નોબતથી થનારા નુકશાનથી ચાર રાજયો ડરી ગયા હતા.જો ખરેખર મતદાન થાત તો એ સંદેશો જાત કે વિપક્ષ લોકોને મોંઘવારીની રાહત આપવામાં રસ્તામાં રોડા નાખી રહ્યો છે.

    આમેય પણ મતદાનની સ્થિતિમાં ચાર રાજયોના વિરોધની કોઈ અસર પડવાની નહોતી. કારણે આ ચાર રાજયો સિવાય અન્ય રાજયો જીએસટીમાં રાહતનું સમર્થન કરી રહ્યા હતા.

  • મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ પ્રમુખ ડો.સુષ્માબેન દુધરેજીયાના જન્મદિનની સેવાકીય ઉજવણી

    મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ પ્રમુખ ડો.સુષ્માબેન દુધરેજીયાના જન્મદિનની સેવાકીય ઉજવણી

    મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ પ્રમુખ ડો.સુષ્માબેન દુધરેજીયાના જન્મદિનની સેવાકીય ભારતીય સંસ્કૃતિનું નિરંતર સિંચન કરતી તેમજ મહિલાઓને આગળ વધવા માટે સતત પ્રોત્સાહન આપતી એવી મોરબીની

    સેવાભાવી સંસ્થા ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા ના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી વીસી ફાટક પાસે આવેલા વૃદ્ધાશ્રમમાં કરવામાં આવી હતી.

    ઓપરેશન સિંદૂર થીમ હેઠળ ઉજવવામાં આવેલા આ પ્રસંગે અલભ્ય એવા સિંદૂરના વૃક્ષોની ત્યાં વાવણી કરવામાં આવી હતી.

    આ ઉપરાંત ત્યાંના વડીલો સાથે કેક કટીંગ કર્યું હતું અને રાસ ગરબા રમીને જમણવાર કરાવ્યો હતો.ત્યારે ક્લબના તમામ બહેનો સાથે રહ્યા હતા.

    વધુ માહિતી આપતા ક્લબ સેક્રેટરી મનિષાબેન ગણાત્રાએ જણાવ્યું કે આ રીતે પ્રેરણાદાયી ઉજવણી કરી તમામ વડીલોને તેમના રૂમમાં વોલ ક્લોકની ગિફ્ટ પણ આપી હતી.

  • મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાની વિવિધ કાર્યક્રમો-ગણેશ પંડાલમાં હાજરી

    મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાની વિવિધ કાર્યક્રમો-ગણેશ પંડાલમાં હાજરી

    વાવડી ગામે પટેલ સમાજના પટાંગણ વૃક્ષારોપણ કરાયું

    મોરબી-માળીયા (મીં) વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી-માળીયા (મીં) વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ જુદા – જુદા સ્થળોએ ગણેશજીના પંડાલમાં દર્શન કરી આરતીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.

    વન વિભાગના મોરબી જિલ્લા ગ્રામ્ય વન મહોત્સવમાં નાની વાવડી ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, સાંસદ કેશરિદેવસિંહજી ઝાલા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ જિલ્લા વહીવટી તંત્રના વડા કલેક્ટર તેમજ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સાથે નાની વાવડી ગામે પટેલ સમાજના પટાંગણમાં વૃક્ષા રોપણ કર્યું હતું.

    આ તકે ઉપસ્થિત જન મેદનીને વૃક્ષનું મહત્વ સમજાવી તેના ઉછેર અને જતન માટે પ્રેરક ઉદ્દબોધન કર્યું હતું.

    માળીયા (મીં) તાલુકાનાં રાસંગપર ગામે પૂર્વ સરપંચ ભારદ્વાજના નિવાસે યોજાયેલ ધાર્મિક અવસરનો લાભ લીધો હતો તેમજ રાસંગપર ગ્રામ પંચાયતમાં ઉપસ્થિત માળીયા (મીં) તાલુકાનાં આગેવાનો, તાલુકા પંચાતના સભ્યો સાથે વિકાસના જુદા-જુદા મુદ્દાઓ અંગે ચર્ચાઓ કરી હતી.

    મોરબીના જુદા જુદા વિસ્તારોમાં ગણેશજીના પંડાલોની મુલાકાતો લઈ વિવિધ સ્થળે ગણેશજીની આરતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મોરબીના લખધીરવાસ ખાતે મયુર નગરી કા રાજા એવા ગણેશ ઉત્સવમાં શ્રી નિર્મળભાઈ જારીયા, દેવાભાઇ અવાડિયા સહિતના આગેવાનો સાથે આરતી દર્શનનો લાભ લીધો હતો.

    હાઉસિંગ બોર્ડ કા રાજા ગણેશ ઉત્સવમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા, અરવિંદભાઇ વાંસદડિયા વિગેરે સાથે દર્શન કર્યા હતા.મોરબી શહેર ભાજપ મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયાના નિવાસ સ્થાને પૂર્વ કાઉન્સિલર માવજીભાઇ કંઝારીયા તેમજ અગ્રણી જયુભા જાડેજા સાથે ગણેશજીની આરતીનો લાભ લીધો હતો.

    રવાપર ખાતે રામેશ્વર પાર્ટી પ્લોટમાં પટેલ ગ્રુપ યોજીત ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રદર્શનો જેવાકે ઓપરેશન સિંદુર, સ્વદેશી અભિયાન, વૃંદાવન, પાતાળ લોક સહિત અનેક ધાર્મિક અને ઐતિહાસિક કૃતિઓ નિહાળી હતી.

  • વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

    વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન

    વાંકાનેર શહેર યુવા મોરચા દ્વારા પ્રધાનમંત્રીની માતા વિશે કોંગ્રેસ અને આરજેડી કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં તા. 2 સપ્ટેમ્બર, મંગળવારે સાંજે 5.30 કલાકે હાઇવે પર ભાજપ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

    આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, જિલ્લા ભાજપના હોદ્દેદારો, શહેર સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના ચૂંટાયેલા તેમજ હારેલા સભ્યો, વરિષ્ઠ આગેવાનો, શહેરના વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ તેમજ હોદ્દેદારો સાથે ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

    વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ અને આરજેડી કાર્યકર્તાઓની અભદ્ર માનસિકતા સામે ગાઢ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી વિરુદ્ધ ઠેર ઠેર આક્રોશના સૂત્રોચ્ચાર ગૂંજ્યા હતા. (રિપોર્ટ, અજય કાંજીયા)

  • મોરબીમાં નશામાં કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધો, ખેડૂત સાથે ઠગાઇ

    મોરબીમાં નશામાં કરોડોની જમીનના દસ્તાવેજ કરાવી લીધો, ખેડૂત સાથે ઠગાઇ

    અવેજ પેટે રકમ નહીં આપી બેંકમાં રૂા.1.14 કરોડનું ટ્રાન્ઝેકશન દેખાડ્યું: પિતા-પુત્ર, બેંક મેનેજર સહિત પાંચ સામે નામજોગ ફરિયાદ મોરબીમાં વધુ એક જમીન કોભાંડ પ્રકાશમાં આવ્યું…

    મોરબીમાં વધુ એક જમીન કોભાંડ પ્રકાશમાં આવ્યું છે જેમાં ખેડૂતની કરોડોની જમીનના નશાની હાલતમાં દસ્તાવેજ કરી બે પિતા પુત્રએ કોઈ અવેજ પેટે રકમ આપી ના હતી અને ખેડૂતના બેંક ખાતામાં રૂૂપિયા ટ્રાન્સફર કરી ચેક બૂક મેળવી ખોટી સહીઓ મારફત અલગ અલગ બેંક ખાતામાં રૂૂ 1.14 કરોડ ટ્રાન્સફર કરી લઈને ચીટીંગ આચરવામાં આવી હતી

    જે સમગ્ર મામલે ખેડૂતે કોર્ટના ધક્કા ખાધા બાદ કોર્ટના આદેશથી પોલીસે પિતા-પુત્ર બેંક મેનેજર સહીત પાંચ આરોપીઓ વિરુદ્ધ નામજોગ અને અન્ય જવાબદાર બેંક કર્મચારી કે તપાસમાં ખુલે તે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે.

    મોરબીના નવાગામ લગધીરનગર ગામના રહેવાસી પ્રભુભાઈ નથુભાઈ દેત્રોજાએ આરોપીઓ કનૈયાલાલ સુંદરજીભાઈ દેત્રોજા, વિશ્વાસ કનૈયાલાલ દેત્રોજા રહે બંને અમદાવાદ, ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કાસુન્દ્રા રહે મોરબી, આર ડી સી બેંક મેનેજર ડી આર વડાવીયા, અશોક લાભુભાઈ મકવાણા અને અન્ય જવાબદાર બેંક કર્મચારી તેમજ તપાસમાં ખુલે તે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 420, 465, 467, 471, 114,120,34 હેઠળ ગુનો નોંધ્યો છે

    ફરિયાદમાં જણાવ્યું છે કે કૌટુંબિક સંબંધી કનૈયાલાલ હોટેલમાં ભાગ રાખવા બાબતે કહ્યું હતું અને બીજે દિવસે કનૈયાલાલ ઘરે આવ્યા અને અમદાવાદ જવાનું છે ચેક બૂક સાથે લઇ લેજો કહ્યું જેથી ચેક બૂક સાથે લીધી હતી અને અમદાવાદ લઇ ગયા હતા જ્યાં કનૈયાલાલના ઘરે રોકાયા હતા આરોપી કનૈયાલાલ અને તેનો દીકરો વિશ્વાસ પાસે દારૂૂ પીવાની પરમીટ હોય જેથી દારૂૂનું સેવન કર્યું હતું અને નશાની હાલતમાં બંને આરોપીઓ સબ રજીસ્ટર ઓફિસે લઇ ગયા હતા.

    જ્યાં કનૈયાલાલના બનેવી પ્રાણજીવન દલુભાઇ ગામી અને દીકરો રમેશ ગામી પણ હાજર હતા ફરિયાદીની માલિકી અને કબ્જા ભોગવટાની ખેતીની જમીન ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકાના જાસપુર મુકામે રેવન્યુ ખાતા નં 1225 સર્વે નં 252 પૈકીની હેક્ટર 1,29,98 આરે (12998-00) વાળી તથા રેવન્યુ ખાતા નં 1019 સર્વે નં 261 પૈકી હે 0-74-41 આરે (7441-00) વાળી જમીન આવેલ છે જે બંને જમીનના નશાની હાલતમાં ખોટી સમજણ કરાવી વિશ્વાસમાં લઈને દસ્તાવેજ અનુ. નં 16873/22 અને 16875/22 વાળા કરાવી લીધા હતા

    જે દસ્તાવેજમાં દર્શાવ્યા મુજબનું કોઈ અવેજ મળ્યું નથી બીજા દિવસે ફરિયાદી મોરબી આવ્યા હતા.બીજે દિવસે મોરબી આવ્યા હતા લાઈટ બીલ ભરવાનું હોવાથી ચેકની જરૂૂરત પડતા ઘરે ચેકબુક તપાસ કરતા યાદ આવ્યું કે ચેક બૂક કનૈયાલાલના ઘરે રહી ગઈ છે જેથી ચેકબૂક મોકલવા જણાવ્યું હતું ચેકબૂક મોકલાવી દેવા કહ્યું પરંતુ બે ત્રણ દિવસ આવી નહિ જેથી રાજકોટ ડીસ્ટ્રીકટ કો. બેંકમાં જઈને ચેક બૂક કેન્સલ કરવા ફોર્મ/અરજી આપી હતી નવી ચેકબૂક માટે અરજી આપી હતી તા. 01-11-2022 ના રોજ બેંકમાં ચેક બૂક લેવા ગયા ચેક બૂક માંગતા બેંક કર્મચારીએ તમારી ચેકબૂક લઇ ગયા છે તેમાં કોઈ અશોક મકવાણા નામની અવાચ્ય સહી કરી હતી તેજ ખાતા નંબરની બીજી ચેક બૂક હતી રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપ. મોરબી ગ્રામ્ય શાખાના બેંક વાળા અશોકભાઈ મકવાણાને રૂૂબરૂૂ બોલાવતા તેને કોઈ ભુપેનભાઈ ચેક બૂક લઇ ગએલ છે

    તેમ જણાવ્યું હતું બીજા દિવસે ખાતામાં પૈસા જમા થયેલ અને ચેક મારફતે આરટીજીએસથી ઉપાડી લેવામાં આવ્યા છે જેથી બેંકમાં કોઈ ચેક આપ્યો નથી કે સહી કરી નથી બેંક વાળાએ તે ચેક બતાવતા મેં સહી કરી નથી કોઈને આપેલ નથી છતાં તા. 17-10-2022 થી તા. 27-11-2022 સુધીમાં અંદાજે એક કરોડ ચૌદ લાખ રૂૂપિયા ચેક મારફત ખાતામાં જમા થયા હતા અને તે જ દિવસે ખાતામાંથી અલગ અલગ ખાતામાં આરટીજીએસથી ટ્રાન્સફર થયા હતા.

    બાદમાં બેંક સ્ટેટમેન્ટ મેળવતા ખાતામાંથી તા. 19-10-22 ના રોજ રૂૂ 20 લાખ તા. 12-10-22 ના રોજ 20 લાખ તા. 21-10-22 ના રોજ રૂૂ 25 લાખ, તા. 27-10-22 ના રોજ રૂૂ 25 લાખ, તા. 28-12-22 ના રોજ 24,25,000 જમા કરાવેલ અને અલગ અલગ નામથી આરટીજીએસ મારફત ખોટી સહી કરી ખાતામાંથી ઉપાડી લીધા છે

    જેમાં તા. 19-10-22 ના રોજ રૂૂ 20,00,045 ગુરુકૃપા કેટરર્સ તા. 20-10-22 ના રોજ રૂૂ 20,00,045 શ્રી કિસના હોટેલ એન્ડ રેસ્ટોરનન્ટ, રૂૂપિયા 74,25,135 રેલાટેન્સ ટેકનોલોજી પેઢીમાં જમા થયેલ છે આમ કૌટુંબિક સંબંધી કનૈયાલ દેત્રોજા, તેના પુત્ર વિશ્વાસ દેત્રોજાએ જમીનનો દસ્તાવેજ કરાવી ખાતામાં જાણ બહાર અવેજના પૈસા નાખી બેંક કર્મચારી સાથે સાંઠગાંઠ કરી ચેક બૂક મેળવી ખોટી સહીઓ કરી તેના ક્રિષ્ના હોટેલના પાર્ટનર ઉપેન્દ્રભાઈ ભગવાનજીભાઈ કૌસુન્દ્રાના અલગ અલગ ખાતામાં રૂૂ 1,14,25,000 જેટલી રકમ ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત છેતરપીંડી કરી હતી

    જે બનાવ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં લેખિતમાં જાણ કરી હતી અને અલગ અલગ સમયે પોલીસ અધિકારીને રજૂઆત કરવા છતાં ફરિયાદ લીધી ના હતી અને આજે કોર્ટના આદેશ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે. આરોપી પિતા પુત્રએ દસ્તાવેજ કર્યા બાદ ખેડૂતના બેંક ખાતાનો રકમ ટ્રાન્સફર કરવા ઉપયોગ કર્યો હતો

    જેમાં બેંકની ચેકબૂક મેળવી લઈને ખેડૂતની જાણ બહાર જ કરોડોના વ્યવહારો કરી નાખ્યા હતા ચેક બૂક લેનારમાં બેંકના સફાઈ કર્મચારી અશોક મકવાણાની સહી થઇ છે તેને બેન્કેબૂક આપી દીધી અગાઉ અરજી કરેલ ચેકબૂક નહોતી અપાઈ અને નવી ચેકબૂક પ્રિન્ટ થઈને આપી દેવામાં આવી હતી જેથી બેંકના કર્મચારી અને અધિકારીઓની મિલીભગતની પણ ફરિયાદ કરવામાં આવી છે.

  • મોરબી એલ.ઇ. કોલેજમાં શિક્ષકની ગેરવર્તણૂકથી ABVPદ્વારા હલ્લાબોલ

    મોરબી એલ.ઇ. કોલેજમાં શિક્ષકની ગેરવર્તણૂકથી ABVPદ્વારા હલ્લાબોલ

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા એલ.ઇ. પોલીટેકનિક કોલેજ ખાતે શિક્ષકની વિદ્યાર્થીઓ પ્રત્યેની ગેરવર્તણૂકને લઈને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખી આંદોલન કરવામાં આવ્યું હતું.

    એબીવીપીના જણાવ્યા અનુસાર કોલેજના પ્રોફેસર રુચિકભાઈ જાની દ્વારા અવારનવાર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવો, વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે તો ઉતારી પાડવા, વિદ્યાર્થીઓને શ્રાપ આપવા, બે બે અઠવાડિયા સુધી ક્લાસમાં લેક્ચર ન લેવા, કોલેજે એ સમયસર ન આવવું જેવા પ્રશ્નો ઉદભવ્યા હતા.

    અગાઉ પણ બે વર્ષ પહેલા તારીખ 27/09/25ના રોજ આ પ્રશ્ન લઈને અઇટઙ દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. તેનું કોઈ જ નિરાકરણ થયું ન હતું. કોલેજના અન્ય પ્રોફેસર શિલ્પાબેન રાઠોડ કે જેઓ પ્રેક્ટિકલ ઓનલાઇન મોકલી લેબ કરાવતા ન હતાં.વિદ્યાર્થીઓના આ પ્રશ્નને લઈને આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા સવારે 11 કલાકથી સાંજે 5:30 સુધી આંદોલન કરવામાં આવ્યું હતું.

    પ્રોફેસર રુચિકભાઈ જાની દ્વારા રાજીનામુ આપવામાં આવે તેમજ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. અંતે પ્રોફેસર રુચિકભાઈ જાની દ્વારા લેખિતમાં બદલી અંગેની બાહેંધરી આપવામાં આવી હતી.

    અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આગામી 10 દિવસમાં કાયમી નિરાકરણ ન આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી. જેની સંપૂર્ણ જવાબદારી કોલેજ પ્રશાસનની રહેશે.તેમ એબીવીપીની યાદીમાં જણાવાયુ છે.

  • અમેરિકાના પૂર્વ NSA ટ્રમ્પ સામે ભડક્યાં, કહ્યું – ‘ભારતને તમે મજબૂર કરી રહ્યા છો કે એ…’

    અમેરિકાના પૂર્વ NSA ટ્રમ્પ સામે ભડક્યાં, કહ્યું – ‘ભારતને તમે મજબૂર કરી રહ્યા છો કે એ…’

    અમેરિકા અને ભારતના બગડતા સંબંધો વચ્ચે અમેરિકામાં જ વ્હાઇટ હાઉસના વડા પર હુમલા શરૂ થઈ ગયા છે. વોશિંગ્ટનના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને ભારત વિરુદ્ધ આક્રમક ટેરિફ નીતિ અપનાવવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્રની ટીકા કરી છે. તેમના મતે, અમેરિકન પ્રમુખ તેમની આ નીતિઓને કારણે જાણીજોઈને ભારતને ચીન તરફ ધકેલી રહ્યા છે, જે અમેરિકાના હિતોની વિરુદ્ધ છે.

    ટ્રમ્પની નીતિઓ ભારતને ચીન સાથે સંબંધો સુધારવા મજબૂર કરી રહી છેબાઈડનના સુરક્ષા સલાહકાર સુલિવાને વિશ્વના દેશોમાં અમેરિકા પ્રત્યે વધી રહેલા અવિશ્વાસના મુદ્દે કહ્યું કે, ‘આજે વિશ્વના દેશો અમેરિકાને એક અવિશ્વસનીય અને અસ્થિર દેશ તરીકે જુએ છે.

    જ્યારે તેઓ વિદેશી નેતાઓને મળે છે, ત્યારે તેઓ અમેરિકાથી જોખમ ઘટાડવાની વાત કરે છે. આજે પરિસ્થિતિ એવી છે કે ચીન વૈશ્વિક સ્તરે વધુ લોકપ્રિય અને સ્થિર નીતિઓ ધરાવતો દેશ બની ગયો છે, જ્યારે અમેરિકાની પ્રતિષ્ઠા ઘટી રહી છે, આપણી અમેરિકન બ્રાન્ડ શૌચાલયમાં જોવા મળે છે.’

    એક પોડકાસ્ટમાં, જેકે ભારતના ઉદાહરણ સાથે તેમની વાત પર ભાર મૂક્યો અને કહ્યું કે, ‘અમેરિકા અને ભારતના ઊંડા અને વધુ ટકાઉ સંબંધો બનાવવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરવામાં આવી રહ્યું હતું. જોકે, હવે ટ્રમ્પે નવી દિલ્હી પર ભારે ટેરિફ લાદી દીધા છે, જેના કારણે ભારતને ચીન સાથે બેસવાની ફરજ પડી છે.’

    પૂર્વ સલાહકાર સુલિવાને કહ્યું કે, ‘અમે વર્ષોથી ભારત સાથે મજબૂત સંબંધો બનાવવા પર કામ કરી રહ્યા હતા. પરંતુ, ટ્રમ્પની ભારત વિરોધી નીતિઓને કારણે, ભારતને ચીન સાથેના સંબંધો સુધારવાની ફરજ પડી છે,

    જે ભારત કરી રહ્યું છે.’અમેરિકા-ભારત સંબંધોમાં તણાવભૂતપૂર્વ અમેરિકન અધિકારીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વિશ્વના બે સૌથી મોટા લોકતાંત્રિક દેશોના સંબંધો સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે. અમેરિકાએ ભારત પર 25%નો વેપાર ટેરિફ અને રશિયન તેલ ખરીદવા માટે 25%નો વધારાનો ટેરિફ લાદ્યો છે.

    ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારતને સતત નિશાન બનાવવામાં આવી રહ્યું છે. ભારતે તેનો સખત વિરોધ કર્યો છે અને પોતાના ખેડૂતોના હિતો અને સાર્વભૌમત્વને બચાવવા માટે કોઈપણ હદ સુધી જવાની વાત કરી છે.

  • ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ પર મોટો ફટકો, કોર્ટે કહ્યું ગેરકાયદેસર; જાણો શું બોલ્યા US રાષ્ટ્રપતિ?

    ડોનાલ્ડ ટ્રમ્પને ટેરિફ પર મોટો ફટકો, કોર્ટે કહ્યું ગેરકાયદેસર; જાણો શું બોલ્યા US રાષ્ટ્રપતિ?

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કોર્ટના તે નિર્ણય પર પલટવાપ કર્યો, જેમાં તેમની મોટા ભાગની ટેરિફ નીતિને ગેરકાયદેસર ઠેરવવામાં આવી છે. ટ્રમ્પે કહ્યુ કે તેમની ટેરિફ પોલિસી યથાવત છે અને તે આ મામલાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.

    ટ્રમ્સે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘બધા ટેરિફ હજુ પણ લાગૂ છે! એક પક્ષપાતી અદાલતે ખોટી રીતે કહ્યું કે અમારા ટેરિફ હટાવવા જોઈએ, પરંતુ અંતે જીત અમેરિકાની થશે.’ તેમણે ચેતવણી આપી કે જો ટેરિફ હટાવવામાં આવશે તો આ દેશ માટે પૂર્ણ આપદા હશે, જેનાથી અમેરિકા આર્થિક રીતે નબળું પડી જશે.

    ટેરિફ જ છે તાકાતનું હથિયાર’ટ્રમ્પે કહ્યુ કે અમેરિતા હવે વિશાળ વેપાર ખોટ અને અન્ય દેશોની અયોગ્ય નીતિઓ સહન કરશે નહીં. તેમણે કહ્યું, લેબર ડે વીકેન્ડ પર આપણે યાદ રાખવું જોઈએ કે ટેરિફ આપણા કારીગરો અને મેડ ઇન અમેરિકા ઉત્પાદન બનાવનારી કંપનીઓ માટે સૌથી મોટું હથિયાર છે. સુપ્રીમ કોર્ટની મદદથી અમે તેનો દેશના હિતમાં ઉપયોગ કરીશું અને અમેરિકાને ફરી મજબૂત બનાવીશું.

    ‘રાષ્ટ્રપતિએ પોતાની સત્તાથી વધુ પગલાં ભર્યા’વોશિંગ્ટન ડીસી સ્થિત યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે ટ્રમ્પે કટોકટીની સત્તાઓનો ઉલ્લેખ કરીને ટેરિફ લાદીને પોતાની સત્તાથી વધુ પગલાં ભર્યા. કોર્ટે કહ્યું, ‘કાયદો રાષ્ટ્રપતિને કટોકટીમાં ઘણા પગલાં લેવાની મંજૂરી આપે છે,

    પરંતુ આમાં ટેરિફ અથવા કર લાદવાની સત્તાનો સમાવેશ થતો નથી.’ આ નિર્ણય સાથે, એપ્રિલમાં લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફ અને ફેબ્રુઆરીમાં ચીન, કેનેડા અને મેક્સિકો પર લાદવામાં આવેલા કેટલાક ટેરિફ રદ કરવામાં આવ્યા છે. જો કે, સ્ટીલ અને એલ્યુમિનિયમ પર લાદવામાં આવેલા અન્ય ટેરિફને અસર થશે નહીં.ટ્રમ્પે 1977ના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળ આ ટેરિફને વાજબી ઠેરવ્યા હતા.

    આ કાયદાનો ઉપયોગ સામાન્ય રીતે કટોકટીમાં સંપત્તિ ફ્રીઝ કરવા અથવા પ્રતિબંધો લાદવા માટે થાય છે. ટ્રમ્પ આ કાયદા હેઠળ ટેરિફ લાદનારા પહેલા રાષ્ટ્રપતિ હતા.કોર્ટે કહ્યું કે કોંગ્રેસે પણ ક્યારેય રાષ્ટ્રપતિને અસીમિત ટેરિફ લગાવવાની શક્તિ આપવાનો ઈરાદો વ્યક્ત કર્યો નહોતો. આ ચુકાદો પાંચ નાના અમેરિકી વ્યવસાયો અને 12 ડેમોક્રેટ શાસિત રાજ્યોની અરજી પર આવ્યો, જેમાં દલીલ આપવામાં આવી કે બંધારણ પ્રમાણે ટેરિફ લગાવવાનો અધિકાર માત્ર કોંગ્રેસ પાસે છે, ન રાષ્ટ્રપતિ પાસે.

  • ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, જમીન સંપાદનના વળતરમાં જાહેર થયા નવા નિયમો

    ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, જમીન સંપાદનના વળતરમાં જાહેર થયા નવા નિયમો

    ગુજરાત સરકારે આજે જમીન સંપાદન મામલે મોટો નિર્ણય લીધો છે. જમીન સંપાદન વખતે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી વખતે ટીડીએસ કાપવા સંદર્ભ એક નવો સુધારો કર્યો છે.

    ગુજરાત સરકારે આજે જમીન સંપાદન મામલે મોટો નિર્ણય લીધો છે. જમીન સંપાદન વખતે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી વખતે ટીડીએસ કાપવા સંદર્ભ એક નવો સુધારો કર્યો છે. મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર કરીને જમીન સંપાદનના વળતર અને વ્યાજ સહિતના વધારાની રકમ ઉપર ટીડીએસ કાપવાના નવા નિયમો જાહેર થયા છે. કોર્ટના આદેશના પગલે વળતર અને વધારાના વળતરની વ્યાજ સહિતની ચુકવણી ટીડીએસ કાપ્યા વગર કોર્ટમાં જમા કરાશે.

    જે તે જમીન સંપાદન અધિકારી દ્વારા ટીડીએસની રકમ કાપવાની રહેશે. અરજદારને ટીડીએસનું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેથી એ ઇન્કમટેક્સ રિટર્નમાં તે બતાવી શકે. જો કોઈ પણ અરજદાર ટેક્સ ભરવામાંથી મુક્તિ કે ઘટાડેલો ટેક્સ ભરવાની પ્રમાણપત્ર રજૂ કરે તો તેના આધારે ટીડીએસ કાપવાનો રહેશે. આમ જમીન સંપાદની વળતરમાં નવા નિયમોથી ખેડૂતોને ઝટકો લાગે તો નવાઈ નહીં.

    સરકારે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, સુપ્રિમ કોર્ટ દ્વારા સીવીલ અપીલ નં. 15041/2017માં તા. 15/09/2017ના ચુકાદામાં જમીન સંપાદન અધિનિયમ-1894 હેઠળ સંપાદન થતી જમીનના સંદર્ભમાં વળતર તથા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત તેમજ તે અંગેની કાર્યપદ્ધતિનો નિર્દેશ કરેલ છે.

    સુપ્રિમ કોર્ટ દ્વારા ઉકત તા. 15/09/2017ના ચુકાદામાં સીવીલ અપીલ નં. 4401/2009માં નામ. સુપ્રિમકોર્ટના તા. 16/07/2009ના ચુકાદાનો તેમજ કેરાલા હાઈકોર્ટ દ્વારા નલિની વિરૂદ્ધ ડે. કલેકટર, જમીન સંપાદન(2006(4) આઈએલઆર કેરાલા 229)ના કેસનો આધાર લેવામાં આવેલો છે. વંચાણે લીધેલ સંદર્ભ ક્રમાંક(1)ના ઠરાવથી નામ. સુપ્રિમકોર્ટના ઉક્ત તા. 15/09/2017ના ચુકાદાને ધ્યાને લઈને કેરાલા હાઈકોર્ટ દ્વારા નલિની વિરૂદ્ધ ડે. કલેકટર, જમીન સંપાદન (2006(4) આઈએલઆર કેરાલા 229)ના કેસથી જમીન સંપાદન અધિનિયમ-1894 હેઠળ સંપાદન થતી

    જમીનના સંદર્ભમાં વળતર તથા વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત અંગે નિયત થયેલ કાર્યપદ્ધતિ અપનાવવા જમીન સંપાદન અધિકારીઓને સૂચના આપવામાં આવેલ હતી. ઉકત ઠરાવમાં વળતરની રકમ અને તેના વ્યાજ પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગેની સૂચના આપવામાં આવેલ ન હતી.આથી જમીન સંપાદન અધિનિયમ-1894 હેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વળતર તેમજ વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગે નવેસરથી કાર્યપદ્ધતિ નક્કી કરવાની બાબત સરકારમાં વિચારણા હેઠળ હતી.

    આથી પુખ્ત વિચારણાને અંતે જમીન સંપાદન અધિનિયમ-1894 હેઠળ જમીન સંપાદન કેસમાં ચુકવવામાં આવતા વળતર તેમજ વધારાના વળતર પર ટી.ડી.એસ.ની કપાત કરવા અંગે નીચે મુજબની કાર્યપદ્ધતિ ઠરાવવામાં આવે છે. જમીન સંપાદન અધિનિયમ-1894ની કલમ-18 હેઠળના રેફરન્સ હેઠળ નામ. કોર્ટ દ્વારા વધારી આપવામાં આવેલા વળતરની વ્યાજ સહિતની રકમ પર ટી.ડી.એસ.ની કપાત કરવાની થાય છે, પરંતુ આવી કપાત જમીન સંપાદન અધિકારી દ્વારા સીધી રીતે ન કરતાં વધારાના વળતરની વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ નામ. કોર્ટમાં જમા કરાવવાની રહેશે.જમીન સંપાદન અધિનિયમ-1894ની કલમ-28(એ) હેઠળના વળતરની વ્યાજ સહિતની રકમ પર જમીન સંપાદન અધિકારી દ્વારા

    ટી.ડી.એસ. કપાત કરવાની રહેશે. ઉકત ટી.ડી.એસ. કપાત બાબતે જમીન સંપાદન અધિકારી દ્વારા ખાતેદાર/અરજદારને ઈન્કમટેક્ષની રકમ કપાત પહેલાં ઈન્કમટેક્ષ ચુકવવાની તેઓની જવાબદારી અંગે જણાવવાનું રહેશે. વધુમાં જમીન સંપાદન અધિકારીએ પ્રવર્તમાન આવકવેરા અધિનિયમ અને નિયમો હેઠળ કાપવાપાત્ર ટી.ડી.એસ.ની રકમ કાપીને બાકી રહેતી રકમનું ચૂકવણું ખાતેદાર/અરજદારને કરવાનું રહેશે.જો અરજદાર પ્રવર્તમાન આવકવેરા અધિનિયમ હેઠળ સક્ષમ સત્તા પાસેથી આવકવેરો ભરવામાંથી મુક્તિનું કે ઘટાડેલા દરે આવકવેરો ભરવાનું પ્રમાણપત્ર રજૂ કરે તો આ અનુસાર ટી.ડી.એસ. રકમ જ કાપવાની રહેશે તથા બાકી રકમનું ચુકવણું કરવાનું રહેશે. જમીન સંપાદન અધિકારી દ્વારા કરવામાં આવેલ ટી.ડી.એસ.ની કપાત નિયત સમયમર્યાદામાં ઈન્કમટેક્ષ વિભાગમાં જમા કરાવવાની રહેશે.ખાતેદાર/અરજદારને ટી.ડી.એસ. કપાત કર્યા અંગેનું આવકવેરા અધિનિયમની જોગવાઈ હેઠળનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. જેથી ખાતેદાર/અરજદાર તેના આધારે ઈન્કમટેક્ષ રીટર્ન ભરી રીફંડ મેળવવાની કાર્યવાહી કરી શકે. ઉક્ત સંદર્ભ ક્રમાંક-(૧)માં દર્શાવેલ મહેસૂલ વિભાગનો ઠરાવ ક્રમાંક: એલએક્યુ/2018/ યુ.ઓ. 13/ઘ, તા. 28/01/2022 આથી રદ કરવામાં આવે છે.