Category: Guajrat

All the State level news publishing in this category

  • વ્રજ હોસ્પિટલ દ્વારકામાં માઇનોર ઓપરેશનનો ફ્રી કેમ્પ

    વ્રજ હોસ્પિટલ દ્વારકામાં માઇનોર ઓપરેશનનો ફ્રી કેમ્પ

    વ્રજ હોસ્પિટલ દ્વારકાના સેવાભાવી ડો. સાગર કાનાણીના જ્યેષ્ઠ પુત્ર શ્રેષ્ઠ ના વિદ્યારંભના શુભ અવસરે તથા કાનાણી પરિવારમાં નવા સદસ્યના આગમનની ખુશીના અવસરે તદ્દન ફ્રી માં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

    આ કેમ્પમાં સુપર સ્પેશિયાલિસ્ટ પ્લાસ્ટિક સર્જન ડો. નઈમ સાયરા તથા આપણા લોકલાડીલા ડો. સાગર કાનાણી દ્વારા તલ મસા કપાસી જેવા તમામ માઇનોર ઓપરેશન ફ્રીમાં કરી આપવામાં આવશે. આ કેમ્પમાં નિદાન, રીપોર્ટ, સારવાર તથા ઓપરેશન અને પાંચ દિવસની દવા સંપૂર્ણપણે ફ્રી માં આપવામાં આવશે. કોઈપણ જાતનો ચાર્જ કે ફી લેવામાં આવશે નહીં સંપૂર્ણ ફ્રી કેમ્પ છે.

    આ મેગા મેડિકલ ફ્રી કેમ્પના મુખ્ય મહેમાન દ્વારકા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી પબુભા માણેક છે અને તેમના વરદ હસ્તે કેમ્પનો શુભારંભ કરવામાં આવશે.આ કેમ્પનો લાભ લેવા માટે કોઈપણ પ્રકારના કાર્ડની જરૂર નથી. આ ફ્રી કેમ્પનો લાભ લેવા જાહેર જનતાને ડોક્ટર સાગર કાનાણી અપીલ કરેલ છે

    તારીખ: 29-6-2025 રવિવાર, સ્થળ વ્રજ હોસ્પિટલ, ન્યારા પેટ્રોલ પંપ પાસે, સનાતન રોડ, દ્વારકા, અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષ કરતા વધારે સમયથી ડોક્ટર સાગર કાનાણી પોતાના પુત્ર શ્રેષ્ઠ ના બર્થ ડે દર વર્ષે નિશુલ્ક માઇનોર ઓપરેશન કેમ્પનું આયોજન કરી ને ઉજવે છે ઉપરાંત વ્રજ હોસ્પિટલ દ્વારકા ખાતે દરરોજ નિદાન યજ્ઞ ચલાવે છે જેનો આજ સુધી દોઢ લાખથી વધુ લોકોએ લાભ લીધો છે.

  • માર્કેટમાં વેચાઈ રહી છે નકલી કોફી! પીતા પહેલા તેને આ રીતે કરો ચેક, જાણો રીત

    માર્કેટમાં વેચાઈ રહી છે નકલી કોફી! પીતા પહેલા તેને આ રીતે કરો ચેક, જાણો રીત

    બજારમાં ભેળસેળયુક્ત કોફી વેચાઈ રહી છે, જેમાં આમલી અને ખજૂરના બીજ, બળી ગયેલી ખાંડ અને સ્ટાર્ચ જેવા હાનિકારક તત્વો ભેળવવામાં આવી રહ્યા છે. આ નકલી કોફી સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે

    મોટાભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા કે કોફી પીને કરે છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે કોફી તેમને ઉર્જા આપે છે અને આરામ પણ આપે છે, પરંતુ જો તે કોફી અસલી ન હોય તો શું? પરંતુ આ બિલકુલ સાચું છે. તાજેતરના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે બજારમાં ભેળસેળયુક્ત અથવા નકલી કોફી વેચાઈ રહી છે. આ કોફી દેખાવમાં કોફી જેવી અને ગંધવાળી હોઈ શકે છે પરંતુ તેમાં સસ્તા અને હાનિકારક ઘટકો ઉમેરવામાં આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

    ભેળસેળવાળી કોફી શું છે?

    ભેળસેળવાળી કોફી એટલે એવી કોફી જેમાં સસ્તા અથવા હાનિકારક પદાર્થોનું પ્રમાણ વધારવા માટે મિશ્રણ કરવામાં આવ્યું હોય. આ ઉમેરણો વાસ્તવિક કોફી નથી, પરંતુ તે દેખાવમાં અને ગંધમાં ખૂબ સમાન હોય છે જેના કારણે તફાવત ઓળખવો મુશ્કેલ બને છે.

    આ કોફી પાવડર બનાવવા માટે આમલીના બીજનો પાવડર, ખજૂરના બીજનો પાવડર, વપરાયેલ કોફી પાવડર, મકાઈનો સ્ટાર્ચ અથવા તો બળી ગયેલી ખાંડનો પાવડર ઉમેરવામાં આવે છે. આ ભેળસેળ પછી પણ, કોફીનો સ્વાદ બદલાતો નથી પરંતુ આ કુદરતી નથી અને જો નિયમિતપણે પીવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.

    ભેળસેળવાળી કોફી પીવાથી શું નુકસાન થાય છે?

    ખાદ્ય અને આરોગ્ય નિષ્ણાતોના મતે, ભેળસેળવાળી કોફી વાસ્તવિક કોફી જેટલું પોષણ આપતી નથી. તેમાં ઉમેરવામાં આવતી નકલી વસ્તુઓ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. નિયમિતપણે ભેળસેળવાળી કોફી પીવાથી પેટની સમસ્યાઓ થઈ શકે છે, તમારા લીવર અથવા કિડનીને નુકસાન થઈ શકે છે અને આ સાથે તમારું પાચન પણ બગડી શકે છે. સમય જતાં આવી કોફી પીવાથી તમારા શરીરમાં ગંભીર રોગો થઈ શકે છે.

    કેવી રીતે ચકાસવું કે તે અસલી છે કે નકલી?

    હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તમારી કોફીમાં કોઈ ભેળસેળ છે કે નહીં તે તમે કેવી રીતે ચકાસશો? તો તમને જાણીને નવાઈ લાગશે કે તમે ઘરે એક સરળ ટેસ્ટ કરીને જાણી શકો છો કે તમારી કોફી અસલી છે કે નકલી. એક ગ્લાસમાં પાણી લો અને તેમાં એક ચમચી કોફી પાવડર ઉમેરો. તેને બિલકુલ હલાવો નહીં. જો કોફી પાવડર ઉપર તરે છે તો તે અસલી છે. જો પાવડર ઝડપથી નીચે બેસી જાય અથવા રંગ છોડી દે તો તે ભેળસેળયુક્ત હોઈ શકે છે.

    ભેળસેળયુક્ત કોફીથી કેવી રીતે બચવું

    નકલી કોફીથી પોતાને બચાવવા માટે, હંમેશા વિશ્વસનીય બ્રાન્ડ અથવા વિશ્વસનીય સ્ટોરમાંથી કોફી પાવડર ખરીદો. ખરીદતા પહેલા પેકેજિંગ અને એક્સપાયરી ડેટ ચેક કરો. જો શક્ય હોય તો, કોફી પીતા પહેલા પાણી ટેસ્ટ કરો. ખૂબ સસ્તી કોફી અથવા છૂટક અથવા બ્રાન્ડ વગરના પેકેટમાં વેચાતી કોફી ખરીદવાનું પણ ટાળો, કારણ કે તેમાં ભેળસેળ હોવાની શક્યતા વધુ હોય છે.

  • અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાની શંકા દર્શાવતા બાબા રામદેવ

    અમદાવાદ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ હોવાની શંકા દર્શાવતા બાબા રામદેવ

    અમદાવાદમાં વિમાન કેમ અને કેવી રીતે ક્રેશ થયું તેની તપાસ શરૂૂ કરવામાં આવી છે. દરમિયાન, યોગ ગુરુ બાબા રામદેવે પણ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી…

    અમદાવાદમાં વિમાન કેમ અને કેવી રીતે ક્રેશ થયું તેની તપાસ શરૂૂ કરવામાં આવી છે. દરમિયાન, યોગ ગુરુ બાબા રામદેવે પણ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે. તેમણે તપાસની માંગ કરી છે કે શું આ કાવતરું તુર્કીમાં રચાયું હતું અને શું આ કરીને દુશ્મની બહાર આવી હતી.

    નોંધનીય છે કે તાજેતરમાં પાકિસ્તાનમાં ભારતના ઓપરેશન સિંદૂર પછી, તુર્કી સાથે તણાવ વધ્યો હતો. તુર્કી આ દિવસોમાં પાકિસ્તાનનો સાચો મિત્ર છે.

    શનિવારે દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન રામદેવે પોતાની શંકા વ્યક્ત કરી અને તપાસની માંગ કરી. તેમણે કહ્યું, વિમાન દુર્ઘટના પાછળ પણ કોઈ દ્રષ્ટિ હોવી જોઈએ, મને ખબર પડી છે કે કોઈ તુર્કી એજન્સી જાળવણીનું કામ કરે છે. ભારતે ઉડ્ડયન ક્ષેત્ર પર નજીકથી નજર રાખવી પડશે.

    શું તુર્કીએ આ માધ્યમથી પોતાનો દુશ્મની બહાર કાઢી છે? કારણ કે ત્યાંની એજન્સી સર્વિસ મેન્ટેનન્સનું કામ કરતી હતી. શું તેણે કોઈ કાવતરું રચ્યું છે?

    જ્યારે તેમને કહેવામાં આવ્યું કે બે મહિના પહેલા તેનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થઈ ગયો છે, ત્યારે બાબા રામદેવે કહ્યું કે તેથી ભારતે આવા સંવેદનશીલ મામલાઓમાં વિદેશીઓની દખલગીરી 100 ટકા દૂર કરવી પડશે.

  • ભારતમાં હવે 7.52 કરોડ લોકો જ ગરીબ : વિશ્વ બેન્કનો રિપોર્ટ

    ભારતમાં હવે 7.52 કરોડ લોકો જ ગરીબ : વિશ્વ બેન્કનો રિપોર્ટ

    ગરીબી રેખાની મર્યાદા પ્રતિ દિન રૂા.240 કર્યા બાદ પણ ગરીબો ઘટયા : શહેરી ગરીબોમાં મોટો ઘટાડો

    જેમ-જેમ રાષ્ટ્ર આગળ વધે છે, તેમ-તેમ ગરીબીના માપદંડોને અપડેટ કરવા અને આર્થિક સમાવેશનને ટકાવી રાખવા એ ખરેખર સમાન અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે ચાવીરૂપ છે. વર્લ્ડ બેન્કે તાજેતરમાં તેની ગરીબી રેખા મર્યાદામાં સુધારો કર્યો છે, તેને 2.15 પ્રતિ દિવસથી વધારીને 3 પ્રતિ દિવસ કરી છે.

    World Bank report આ નવા ધોરણ મુજબ, ભારતમાં અત્યંત ગરીબી રેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ બેન્કના ડેટા અનુસાર, 2011-12માં 27.1%નો અત્યંત ગરીબી રેટ 2022-23માં ઘટીને માત્ર 5.3% થયો છે.

    ભારતે (India) છેલ્લા એક દાયકામાં અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં થયેલી પ્રગતિનું પરિણામ પણ ધીરે-ધીરે જોવા મળી રહ્યું છે. આ જ પ્રગતિના પરિણામ સ્વરૂપ હવે ભારતમાં ગરીબીના પ્રમાણમાં પણ મોટો ઘટાડો (Reduction in poverty) થયો છે. આનો અર્થ એ થયો કે અત્યંત ગરીબીમાં જીવતી વસ્તી 344.47 મિલિયનથી ઘટીને 75.24 મિલિયન થઈ ગઈ છે.

    વર્લ્ડ બેન્કના ગરીબી અને સમાનતા સંબંધિત સંક્ષિપ્ત વિવરણ (PEB) 100 થી વધુ વિકાસશીલ દેશોમાં ગરીબી, સહિયારી સમૃદ્ધિ અને અસમાનતાના વલણો વિશે માહિતી આપે છે.વર્લ્ડ બેન્ક અને IMF ની વાર્ષિક બેઠકો માટે વર્ષમાં બે વાર આ માહિતી બહાર પાડવામાં આવે છે. આ વિવરણ કોઈ પણ દેશની ગરીબી અને અસમાનતાનું એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે.

    રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત ગરીબી 2011-12માં 18.4% થી ઘટીને 2022-23માં 2.8% થઈ છે. એ જ સમયગાળામાં શહેરી વિસ્તારોમાં અત્યંત ગરીબી 10.7% થી ઘટીને 1.1% થઈ છે. ગ્રામીણ અને શહેરી ગરીબી વચ્ચેનો તફાવત 7.7% થી ઘટીને 1.7% રહ્યો છે. 2011-12 અને 2022-23 વચ્ચે વાર્ષિક ઘટાડાનો દર 16% રહેશે.

    વર્લ્ડ બેન્કે શોધી કાઢ્યું છે કે, ભારતને નિમ્ન-મધ્યમ આવક સ્તરે ગરીબી ઘટાડવાથી નોંધપાત્ર લાભ મળ્યો છે, જેને પ્રતિ દિન 3.65 અમેરિકી ડોલર પર માપવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આ વ્યાપક-આધારિત વૃદ્ધિથી લાખો લોકોને ફાયદો થયો છે.

    2021-22 પછી, રોજગાર વૃદ્ધિમાં સકારાત્મક વલણો જોવા મળ્યા છે, ખાસ કરીને ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે.

  • ઘઉં વધુ ખાવ છો કે ચોખા? વસતી ગણતરીમાં પુછાશે

    ઘઉં વધુ ખાવ છો કે ચોખા? વસતી ગણતરીમાં પુછાશે

    કેન્દ્ર સરકારે નવી જાતિગત જનગણનાનુ શિડયુલ જાહેર કર્યુ છે અને તે વિશે અનેકવિધ ખુલાસા-ટીપ્પણી થવા લાગી છે. વસતી ગણતરી દરમ્યાન આર્થિક-સામાજીક માપદંડોની પણ ચકાસણી કરવામાં આવ્યા છે અને તેમાં કેટલાંક નવા સવાલ પણ ઉમેરવામાં આવ્યા છે

    વસતી ગણતરીની સમગ્ર કવાયતમાં 10 લાખ કર્મચારીઓને સામેલ કરવામાં આવનાર છે. જેઓ ઘેર-ઘેર જઈને પરિવાર-નાગરિકોની સંખ્યા ગણશે. ઉપરાંત ચોખા, ઘઉં, બાજરો, જુવાર, મકાઈ જેવા કયા અનાજનો વધુ ઉપયોગ કરો છો? તેવો સવાલ પણ પુછવામાં આવશે. દોઢ દાયકા બાદ વસતી ગણતરી થવાની છે.

    આ દરમ્યાન લોકોના જીવન ધોરણ ઉપરાંત સુખ સુવિધા તથા સંશોધનોમાં મોટો બદલાવ આવ્યો છે. જુદા-જુદા સવાલો મારફત યોજનાઓના પ્રભાવ પણ ચકાસવામાં આવશે.

    લોકો બોટલના પાણીનો કેટલો ઉપયોગ કરે છે, રાંધણગેસ-પીએનજી કનેકશનના સવાલ પણ હશે. સોલારનો ઉપયોગ પણ ચકાસાશે. અગાઉની વસતી ગણતરીમાં ટીવી-રેડિયોની સુવિધા વિશે સવાલ થતા હતા. આ વખતે ફ્રી-ડીશ, ડીટીએચ કે કેબલ કનેકશન વિશે સવાલ કરવામાં આવશે.

    આ સિવાય પ્રથમ વખત એસીડ એટેકનો શિકાર બનેલા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ સિવાય જ્ઞાનતંતુના જટિલ રોગ ધરાવતા લોકો તથા બ્લડ ડીસઓર્ડર ધરાવતા લોકોની પણ અલગથી ગણતરી કરવામાં આવશે. આ ઉપરાંત હિજરતી લોકોની વસતી ગણતરી કરવા સાથે તેનું કારણ ચકાસવા કુદરતી આફતોની પણ ચકાસણી થશે.

  • ચોમાસુ હજુ સ્થગિત : તા.14 સુધી ગુજરાતમાં પ્રવેશની સંભાવના ઓછી

    ચોમાસુ હજુ સ્થગિત : તા.14 સુધી ગુજરાતમાં પ્રવેશની સંભાવના ઓછી

    જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.14 જુન સુધીની આગાહી : પ્રિ-મોન્સુન ગતિવિધિ હેઠળ કયાંક – કયાંક છુટોછવાયો વરસાદ થશે

    ભારતમાં કેરળ-મહારાષ્ટ્ર સુધીનાં ભાગોમાં એકાદ-બે સપ્તાહ વ્હેલુ આવી ગયેલુ ચોમાસું હવે છેલ્લા 10 દિવસથી સ્થગીત છે અને હજુ આવતા એક સપ્તાહ સુધી તે ગુજરાતમાં એન્ટ્રી લ્યે તેવી સંભાવના ન હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.જોકે, આ દરમ્યાન પ્રિ-મોન્સુન એકટીવીટી ચાલુ રહેશે અને મધ્ય જુન આસપાસ એકાદ-બે સાનુકુળ પરિબળો પણ સર્જાવાની સંભાવના છે.

    તેઓએ આજે જણાવ્યું હતું કે ચોમાસાની પશ્ચિમી પાંખ 26 મે અર્થાત 12 દિવસથી સ્થગીત છે. જયારે પૂર્વીય પાંખ 29 મે અર્થાત 9 દિવસથી સ્થગીત છે.ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી હાલ દરીયાઈ સપાટી દબાણ (એમએસએલપી) 1006 થી 1008 મીલીબર છે.જે પ્રમાણમાં ઊંચુ

    છે આ સ્તર 1000 થી 1002 મીલીબર હોય ત્યારે વરસાદની સંભાવના વધી જાય છે.

    ગુજરાતને જ અસરકર્તા અન્ય એક પરિબળ પર નજર કરવામાં આવે તો જયાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ત્યાં પુર્વીય પવનો છે. ચોમાસાનો પ્રવેશ બાકી છે તેવા ઉતરના ભાગોમાં પશ્ચિમી પવન છે.પરંતુ ગુજરાતમાં પવન અસ્થિર છે અને કોઈ નિશ્ચિત દિશાનાં નથી તે પણ પ્રતિકૂળ પરિબળ છે.

    ચોમાસું રેખા હાલ મુંબઈ, અહીલ્યાનગર, આદિલાબાદ, ભવનપાટણા, સેન્ડ હેડ, આઈલેન્ડ, તથા બાલુરવાટમાંથી પસાર થાય છે. ઉતર પશ્ચિમ રાજસ્થાન તથા આસપાસમાં 0.9 કીમીની ઉંચાઈએ અપર એરસાયકલોનીક સરકયુલેશન છે.ઉતર પશ્ચિમ ઉતર પ્રદેશમાં પણ એક અપર એરસાયકલોનીક સરકયુશન છે.વધુ એક યુએસી ઉતરપુર્વ, મધ્યપ્રદેશ પર 1.5 કી.મી. સુધીના સ્તરે છે.

    એક ટ્રફ લાઈન વિદર્ભથી ઉતર આંતરિક કર્ણાટક સુધી 1.5 કી.મી.ની ઉંચાઈએ છે. એક વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ મીડલેવલ ચેક્ષીસ તરીકે 5.8 કી.મી.ની ઉંચાઈએ યથાવત છે જેની લંબાઈ 59 ડીગ્રી પુર્વ અને અક્ષાંશ 27 ડીગ્રી ઉતરથી ઉતરે ચાલે છે.

    તાપમાનને લાગેવળગે છે ત્યાં સુધી મોટાભાગના વિસ્તારોમાં તે નોર્મલ સ્તરે હતું. હવે નોર્મલ તાપમાન 40થી41 ડીગ્રી ગણાય છે. વાદળો હોય ત્યાં મહતમ તાપમાન નીચુ નોંધાતુ હોવાથી મોટુ વેરીએશન રહે છે.

    ગઈકાલે રાજકોટમાં તાપમાન 41 ડીગ્રી હતું તે નોર્મલ કરતા એક ડીગ્રી વધુ હતું. ભુજમાં પણ 39.6 ડીગ્રી તાપમાન નોર્મલ કરતા એક ડીગ્રી વધુ હતું. અમરેલીમાં 40.3 ડીગ્રી ડીસામાં 40.4 ડીગ્રી, અમદાવાદમાં 40.6 ડીગ્રીએ નોર્મલ હતું.

    તા.14 જૂન સુધીની આગાહી કરતા તેઓએ કહ્યું કે આ દરમ્યાન ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના ઓછી છે. આ દરમ્યાન પ્રિ-મોનસુન એક ટીપીટી ચાલુ રહેશે અને કયાંક-કયાંક છુટોછવાયો વરસાદ થશે.

    પવનની ઝડપ હાલ 12થી25 કી.મી. (ઝાટકાના પવન) 25થી35 કી.મી. છે તે 12થી14 જૂનમાં વધીને 20થી30 કી.મી. (ઝાટકાના 30થી40 કી.મી.) થશે. આકાશમાં આંશિક વાદળો થશે. તાપમાનમાં વેરીએશન રહેશે.

    તેઓએ એવો નિર્દેશ કર્યો હતો કે આગાહી દરમ્યાન ગુજરાતમાં દરિયાઈ દબાણ ઘટીને 1000થી1002 મીલીબાર સુધી આવી જશે તે સાનુકુળ હશે. ઉપરાંત દક્ષિણ ભારતમાં બ્હોળુ સરકયુલેશન સર્જાવાની શકયતા છે.