ગરીબી રેખાની મર્યાદા પ્રતિ દિન રૂા.240 કર્યા બાદ પણ ગરીબો ઘટયા : શહેરી ગરીબોમાં મોટો ઘટાડો
જેમ-જેમ રાષ્ટ્ર આગળ વધે છે, તેમ-તેમ ગરીબીના માપદંડોને અપડેટ કરવા અને આર્થિક સમાવેશનને ટકાવી રાખવા એ ખરેખર સમાન અને સમૃદ્ધ સમાજના નિર્માણ માટે ચાવીરૂપ છે. વર્લ્ડ બેન્કે તાજેતરમાં તેની ગરીબી રેખા મર્યાદામાં સુધારો કર્યો છે, તેને 2.15 પ્રતિ દિવસથી વધારીને 3 પ્રતિ દિવસ કરી છે.

World Bank report આ નવા ધોરણ મુજબ, ભારતમાં અત્યંત ગરીબી રેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વર્લ્ડ બેન્કના ડેટા અનુસાર, 2011-12માં 27.1%નો અત્યંત ગરીબી રેટ 2022-23માં ઘટીને માત્ર 5.3% થયો છે.

ભારતે (India) છેલ્લા એક દાયકામાં અનેક ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં થયેલી પ્રગતિનું પરિણામ પણ ધીરે-ધીરે જોવા મળી રહ્યું છે. આ જ પ્રગતિના પરિણામ સ્વરૂપ હવે ભારતમાં ગરીબીના પ્રમાણમાં પણ મોટો ઘટાડો (Reduction in poverty) થયો છે. આનો અર્થ એ થયો કે અત્યંત ગરીબીમાં જીવતી વસ્તી 344.47 મિલિયનથી ઘટીને 75.24 મિલિયન થઈ ગઈ છે.

વર્લ્ડ બેન્કના ગરીબી અને સમાનતા સંબંધિત સંક્ષિપ્ત વિવરણ (PEB) 100 થી વધુ વિકાસશીલ દેશોમાં ગરીબી, સહિયારી સમૃદ્ધિ અને અસમાનતાના વલણો વિશે માહિતી આપે છે.વર્લ્ડ બેન્ક અને IMF ની વાર્ષિક બેઠકો માટે વર્ષમાં બે વાર આ માહિતી બહાર પાડવામાં આવે છે. આ વિવરણ કોઈ પણ દેશની ગરીબી અને અસમાનતાનું એક સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે.

રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં અત્યંત ગરીબી 2011-12માં 18.4% થી ઘટીને 2022-23માં 2.8% થઈ છે. એ જ સમયગાળામાં શહેરી વિસ્તારોમાં અત્યંત ગરીબી 10.7% થી ઘટીને 1.1% થઈ છે. ગ્રામીણ અને શહેરી ગરીબી વચ્ચેનો તફાવત 7.7% થી ઘટીને 1.7% રહ્યો છે. 2011-12 અને 2022-23 વચ્ચે વાર્ષિક ઘટાડાનો દર 16% રહેશે.

વર્લ્ડ બેન્કે શોધી કાઢ્યું છે કે, ભારતને નિમ્ન-મધ્યમ આવક સ્તરે ગરીબી ઘટાડવાથી નોંધપાત્ર લાભ મળ્યો છે, જેને પ્રતિ દિન 3.65 અમેરિકી ડોલર પર માપવામાં આવ્યું છે. ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં આ વ્યાપક-આધારિત વૃદ્ધિથી લાખો લોકોને ફાયદો થયો છે.

2021-22 પછી, રોજગાર વૃદ્ધિમાં સકારાત્મક વલણો જોવા મળ્યા છે, ખાસ કરીને ગ્રામીણ અને શહેરી બંને ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારો થયો છે, જે વર્લ્ડ બેન્કના રિપોર્ટમાં જણાવાયું છે.






















