
(દિપાલી બગડા દ્વારા) શ્રી તાલુકા શાળા દેરડી કુંભાજી ખાતે લાંબા સમયથી ફરજ બજાવનાર અને બાળકોને શિક્ષણનો અમૂલ્ય ખજાનો અર્પનાર શિક્ષક શ્રી ધીરજલાલ બાવાભાઈ જાહોલીયાના વિદાય કાર્યક્રમનું આયોજન દેરડી કુંભાજી ખાતે આવેલા કુડોઝ રેસ્ટોરન્ટમાં કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ગામ અગ્રણી શિક્ષણવીદ એન.વી.નરોડીયા સાહેબ ,સી.આર.સી.કૉ.મહેશભાઈ સોરઠીયા ,દેરડી કુંભાજી તાલુકા શાળા ની તમામ પેટાશાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. ડી.બી.જાહોલીયા એ પોતાની ફરજ દરમિયાન બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ સાથે સારા સંસ્કાર આપ્યા છે, જેને સૌએ યાદગાર ગણાવ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન આમંત્રીત મહેમાનો દ્વારા શિક્ષક પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને શુભકામનાઓ પાઠવી અંતે માનનીય શિક્ષકશ્રીએ સૌનો આભાર માન્યો અને ભાવિ જીવન માટે શુભેચ્છા મેળવી. સમગ્ર કાર્યક્રમના આયોજનની જહેમત ડી.એમ.બગડા તથા પી.પી.શેખડાએ ઉઠાવી હતી.જેમણે કાર્યક્રમના અંતે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.



















