HomeAllમસ્કનો નવો અખતરોઃ X પર હવે હૅશટૅગ્સના ઉપયોગ પર પ્રતિબંધ

મસ્કનો નવો અખતરોઃ X પર હવે હૅશટૅગ્સના ઉપયોગ પર પ્રતિબંધ

ઇલોન મસ્ક દ્વારા તેના સોશિયલ મીડિયા X પર હવે હૅશટૅગના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે આ હૅશટૅગ્સ હાલમાં જાહેરાતોમાં ઉપયોગ માટે પ્રતિબંધિત થયા છે. સોશિયલ મીડિયા પર જે પણ જાહેરાતો આપવામાં આવશે, તેમાં હવે હૅશટૅગ્સનો ઉપયોગ શક્ય નહીં રહેશે. મસ્કે થોડા મહિના પહેલાં કહ્યું હતું કે હૅશટૅગ્સ ખૂબ જ ગંદા દેખાય છે અને એથી હવે એના પર પ્રતિબંધ મૂક્યો છે.

મસ્કના નિર્ણયને યુઝરે વધાવ્યો

યુઝરને વધુ સારો એક્સપિરીયન્સ મળે એ માટે હૅશટૅગ્સ પર પ્રતિબંધ મૂકાયો છે. હૅશટૅગ્સના કારણે ફીડ ખરાબ દેખાતી હોવાથી તેમાં બદલાવ કરવામાં આવ્યો છે. આ નિર્ણયને ઘણાં યુઝર્સે આવકાર્યો છે. એક યુઝરે કહ્યું કે હૅશટૅગ્સ હવે ઉપયોગી નથી અને હજી પણ લોકો તેનો ઉપયોગ કેમ કરે છે એ સમજાતું નથી. બીજા યુઝરે કહ્યું કે હવે તેની ટાઈમલાઈન વધુ સારી દેખાશે.

હૅશટૅગ્સની જગ્યા લેશે AI

ઇલોન મસ્ક દ્વારા અગાઉ કહેવામાં આવ્યું હતું કે હૅશટૅગ્સની જગ્યા હવે AI ટૂલ લેશે. એમનું કહેવું છે કે X પર જે ડિસ્કવરી અને સર્ચ એલ્ગોરિધમ છે, તે ગ્રોક AIનો ઉપયોગ કરે છે. આ AI, XAI દ્વારા વિકસાવવામાં આવ્યો છે. આ ટૂલ કોઈ પણ વિષયને હૅશટૅગ વિના લોકો સુધી પહોંચાડી શકે છે. મસ્ક હવે અદ્યતન ટેક્નોલોજી દ્વારા યૂઝર્સને વધુ સારો અનુભવ આપવા માગે છે.

કેટલાક યુઝર્સ થઈ ગયા કંફ્યૂઝ

કેટલાક યુઝર્સે મસ્કના આ નિર્ણયને સ્વીકાર્યો છે, પરંતુ કેટલાક કંફ્યૂઝ પણ થયા છે. તેઓ માને છે કે હૅશટૅગ્સ સંપૂર્ણ રીતે બેન થયા છે, જ્યારે કંપનીએ હાલ તો માત્ર જાહેરાતોમાં માટે હૅશટૅગ્સનો ઉપયોગ બેન કર્યો છે. સામાન્ય યુઝર્સ હજી પણ હૅશટૅગ્સનો ઉપયોગ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!