HomeAllએપલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ iOS 26.1 આજે રિલીઝ થશે, જાણો નવા ફીચર્સ…

એપલની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ iOS 26.1 આજે રિલીઝ થશે, જાણો નવા ફીચર્સ…

એપલ દ્વારા આજે રાતે iOS 26.1 ને રિલીઝ કરવામાં આવશે. આ અપડેટ અંદાજે એક મહિના કરતાં વધુ સમય બીટા ટેસ્ટિંગ બાદ રિલીઝ કરવામાં આવી રહી છે. એમાં બદલાવ કરવાની સાથે કેટલાક નવા ફીચર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એમાં કસ્ટમાઇઝ્ડ લીક્વિડ ગ્લાસ ઓપ્શનની સાથે લોક સ્ક્રીન કેમેરા માટે નવું આઇકન આપવામાં આવ્યું છે. ક્લોક એપ્લિકેશનમાં એલાર્મ કન્ટ્રોલ પણ આપવામાં આવ્યું છે. એપલ મ્યુઝિકમાં સોંગ-સ્વાઇપિંગ પણ જોવા મળશે.

એપલ ટીવી એપમાં જોવા મળશે નવું લૂક

એપલ દ્વારા ગયા મહિને જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ તેમની એપલ ટીવી પ્લસ એપ્લિકેશનને હવે એપલ ટીવી તરીકે રીબ્રાન્ડ કરી રહ્યાં છે. એપલ તેમના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને નવી ઓળખ આપી રહ્યાં છે. આથી iOS 26.1 માં હવે એપલ ટીવીનું નવું લૂક અને નવું આઇકન જોવા મળશે. આ પહેલાં કરતાં વધુ સારું અને કલરફુલ હશે.

આઇફોનમાં વધુ ભાષાનો સપોર્ટ

iOS 26.1 માં હવે પહેલાં કરતાં વધુ ભાષાનો સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. આ સપોર્ટ એપલ ઇન્ટેલિજન્સ અને એરપોડ્સ લાઇવ ટ્રાન્સલેશન માટે છે. એપલ દ્વારા એમાં ડેનિશ, ડચ, નોર્વેજિયન, પોર્ટુગીઝ, સ્વીડિશ, તર્કિશ, ચાઇનીઝ (ટ્રેડિશનલ) અને વિયેતનામી ભાષાનો સપોર્ટ આપ્યો છે. ભારતની એક પણ લોકલ લેંગ્વેજનો એમાં સમાવેશ કરવામાં નથી આવ્યો.

બેકગ્રાઉન્ડ સિક્યોરિટીમાં વધારો

નવી iOS 26.1 અપડેટમાં એપલ દ્વારા નવું સિક્યોરિટી ફીચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. એને બેકગ્રાઉન્ડ સિક્યોરિટી કહેવામાં આવી રહ્યું છે. આ ફીચરને સેટિંગ્સમાં પ્રાઇવસી અને સિક્યોરિટી ફીચરમાં જોઈ શકાશે. અગાઉ એપલ દ્વારા રેપિડ સિક્યોરિટી રિસ્પોન્સ ફીચરને લોન્ચ કરવામાં આવ્યું હતું એનું આ અપગ્રેડ વર્ઝન છે. આ ફીચરની મદદથી યુઝરના ડિવાઇસમાં એક વધુ સિક્યોરિટી પ્રોટેક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ અન્ય નાના-મોટા ફીચર્સ જે ઘણાં સમયથી ચર્ચામાં છે એ પણ જોવા મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!