HomeAllગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપી...

ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપી પકડાયા

કચ્છથી આવતી ગાડીનો પીછો કરતા બઘડાટી બોલી ગઇ હતી: અન્યોની શોધખોળ

મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો ઉપર રવિવારે બપોરના સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ખાટકીવાસમાં પાસે હોબાળો પણ કર્યો હતો જે બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બંને ગુનાના બંને પક્ષના પાંચ પાંચ શખ્સોને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

કચ્છ જિલ્લામાંથી ગૌવંશોને મોરબીના કતલખાને લઈને આવે છે તેવી બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી બોલેરો ગાડીનો પીછો કરીને ગૌરક્ષકો મોરબીના ખાટકીવાસમાં ગયા હતા ત્યાં તેઓની ઉપર હુમલો કર્યો હતો.

જેથી ગૌરક્ષકોના વ્હોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરવામાં આવ્યો હતો. માટે અનય ગૌરક્ષકો ત્યાં આવ્યા હતા ત્યારે થયેલ મારા મારીના બનાવમાં કૌશિકભાઈ જગદીશભાઈ નિમાવત, સાગર કાંતિભાઈ પલાણ, મહેબુબભાઇ સુમરા અને દિનેશભાઈ લોરીયાને ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાર બાદ લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશભાઈ નિમાવત (34)એ મોરબી બે મહિલ સહિત કુલ મળીને 25 થી વધુ લોકોની સામે ફરિયાદ નોંધાવેલ હતી.

આ ગુનામાં ઝાકીર હુસેન અન્સારી, ઈસુ મુસા કટારીયા, સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ અને સિકંદર રજાકભાઈ કટારીયાની ધરપકડ કરેલ છે જયારે સમાપક્ષેથી સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ (28) વાળાએ પાંચ શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે મહેબુબ સુલેમાન સુમરા, સાગર કાંતિલાલ પલાણ, રવિ હિતેન્દ્રભાઈ પલાણ, કૌશિક ઉર્ફે લાલો જગદીશભાઈ નિમાવત અને દિનેશભાઈ રામજીભાઈ લોરીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

ઉલ્લેખનીય છેકે, કચ્છથી આવેલ બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 8346 માં ગૌમાંસ હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી મોરબીના ખાટકીવાસ ગૌરક્ષકો બોલેરો ગાડીની પાછળ ગયા હતા અને ગાડી ચેક કરવા માટે કહ્યું હતું જેથી કરીને ગઇકાલે બપોરે મામલો બીચક્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!