HomeAllગુજરાત રાજપુત યુવા સંઘના મોરબી જીલ્લાના પ્રમુખપદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી

ગુજરાત રાજપુત યુવા સંઘના મોરબી જીલ્લાના પ્રમુખપદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશ કાર્યકર્તા ઘડતર શિબિર તા.10 અને 11 મે 2026 ના રોજ સોમનાથ પ્રભાસ ખાતે યોજવામાં આવેલ હતી.

જેમા ગુજરાત રાજ્યના 17 જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. અને આ તકે પ્રદેશ કોર કમિટીની અનુમતિથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા (રંગપર) ની નિમણુંક કરવામાં આવેલ છે.

અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજાએ ફૂલહાર પહેરાવી તેઓને શુભેચ્છા પાઠવી હતી.

અને મોરબી રાજપૂત સમાજમાં સેવાના ભેખધારી એવા મહેન્દ્રસિંહ ઝાલાની ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા ચોમેરથી તેઓને શુભકમના પાઠવવામા આવી રહી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments