
દેશના અનેક રાજયોમાં ચોમાસાની એન્ટ્રી થઈ જવા છતા ગુજરાતમાં પ્રતિક્ષા છે. મુંબઈ નજીક સ્થગીત પાંખ આગળ ધપતી નથી અને હજુ બે-ચાર દિવસ સક્રિય થવાના સંકેત ન હોવા છતાં આવતા સપ્તાહમાં કેટલાંક દિવસ આઈસોલેટેડ પ્રિ-મોન્સુન એકટીવીટી રહેવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તાપમાન પણ નોર્મલ આસપાસ રહેવાની સંભાવના છે.

તેઓએ આજે વાતચીતમાં કહ્યુ હતું કે છેલ્લા દિવસોમાં તાપમાન નોર્મલ કરતા ઉંચુ હતું. રાજકોટમાં ગઈકાલે મહતમ તાપમાન 40.9 ડીગ્રી હતું તે નોર્મલ કરતાં 2.2 ડીગ્રી વધુ હતું. અમદાવાદમાં 42.7 ડીગ્રી વધુ હતું.

અમદાવાદમાં 39.8 ડીગ્રી (નોર્મલથી 3 ડીગ્રી વધુ હતું), ડીસામાં 39.8 (0.02 ડીગ્રી વધુ) અમરેલીમાં 29.3 (1.5 ડીગ્રી વધુ 3, વડોદરામાં 40.4 (1.1 ડીગ્રી વધુ) સુરેન્દ્રનગરમાં 41.8 ડીગ્રી (2.4 ડીગ્રી વધુ) તાપમાન હતુ. ગત નોર્મલ તાપમાન 38.5 થી 39.5 ડીગ્રી ગણાય છે. અમદાવાદમાં તે 40 ડીગ્રી છે.

તા.20 જુન સુધીની આગાહીમાં તેમણે કહ્યું કે કેટલાંક દિવસો આઈસોલેટેડ પ્રિ-મોન્સુન એકટીવીટીની શકયતા છે. આઈસોલેટેડનો અર્થ જે તે વિસ્તારનાં 1 થી 25 ટકા ભાગમાં વરસાદી પ્રવૃતિ થઈ શકે.વરસાદનાં પ્રમાણ સાથે સંબંધીત નથી.

આ સિવાય આગામી બે દિવસ તાપમાનમાં 1 થી 1.5 ડીગ્રીનો ઘટાડો થશે અને ત્યારબાદ તાપમાન નોર્મલ આસપાસ રહેવાની સંભાવના છે જે 38.5 થી 41 ડીગ્રીની રેન્જમાં રહેશે.
આગાહીમાં સમયમાં પવન મુખ્યત્વે દક્ષિણ-પશ્ચિમ દિશાના રહેશે અને તેની ઝડપ 15 થી 40 કીમીની ઝડપે રહેવાની સંભાવના છે. નૈઋત્યનાં ચોમાસા વિશે તેમણે કહ્યું કે મુંબઈ નજીક ગત 8 મીથી સ્થગીત ચોમાસું હતું.

આગળ વધતુ નથી બે-ત્રણ દિવસ હજુ સક્રિય થવાના સંકેત નથી જયારે ચોમાસાની ઉતર સીમા હરનાઈ, સોલાપુર, હૈદરાબાદ, ભદ્રાદ્રી, કોઠાડેમ, કાલીંગપટ્ટમ, પારાદીપ, પુરલીયા, ધનબાદ, મુઝફફરપુર અને 28.3 એન-83 માંથી પસાર થઈ રહી છે.

આગામી 2 થી 3 દિવસ દરમ્યાન દ.પશ્ચિમ ચોમાસુ તેલંગણા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળના બાકીના વિસ્તારોમાં તેમજ ઓડીશાના વધુ કેટલાંક ભાગો અને દ.છતીસગઢના કેટલાક વિસ્તારોમાં આગળ ધપવા માટે પરિસ્થિતિ અનુકુળ છે.






















