HomeAllગુજરાતમાં વધુ એક સેમીકન્ડકટર કંપનીનું આગમન : સાણંદ પાસે પ્લાન્ટ સ્થાપશે

ગુજરાતમાં વધુ એક સેમીકન્ડકટર કંપનીનું આગમન : સાણંદ પાસે પ્લાન્ટ સ્થાપશે

ગુજરાતમાં ઓટોની જેમ સેમીકન્ડકટર બિઝનેસ પણ આવી રહ્યો છે અને દેશની પ્રથમ સેમીકન્ડકટર ચીપ ગુજરાતમાંથી જ બહાર પડે તેવા સંકેત છે તથા ભારતનું એક પ્રતિનિધિમંડળ તાઈવાન જઈને ચીપ ઉત્પાદકોને ભારતમાં આવવા માટે આમંત્રણ આપી શકે છે તે વચ્ચે કેનન્સ સેમીકોન કે જે આઉટસોર્સ સેમીકન્ડકટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ કંપની છે.

તે ગુજરાતમાં સાણંદ પાસે પોતાનો પ્લાન્ટ સ્થાપી રહી છે અને તેણે ભારતીય કંપનીઓ સાથે ટાઈઅપ કરીને વર્ષે 4.6 બિલિયન ચીપના ઉત્પાદનની યોજના છે. આ કંપનીના ચીફ એકઝીકયુટીવ ઓફીસર રઘુ પેનીકર એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે અમારી કંપનીની ક્ષમતા ઘણી વધુ છે.

અમે અહી વિશાળ પ્લાન્ટ સ્થાપવા માંગીએ છીએ તેથી વધારાની જમીન પર અમે ત્રીજો પ્લાન્ટ પણ સ્થાપીશું અને દરેકમાં બે પ્રોડકશન લાઈન હશે. પ્રથમ યુનીટ ખરીદનારને ટેસ્ટીંગ માટેનું હશે.

પ્રથમ યુનીટ તેનું પ્રોડકશન 2026ના પ્રથમ કવાર્ટરમાં શરુ કરી દેશે. આમ ગુજરાતમાં વધુ એક આંતરરાષ્ટ્રીય કંપની સેમીકન્ડકટર ચીપ યુનીટ સ્થાપવા આવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!