HomeAllગુજરાતના 47 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ

ગુજરાતના 47 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ કચ્છના અંજારમાં 3 ઇંચ

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે હજુ એક દિવસ હળવા વરસાદની આગાહી કરી છે. તેવામાં આજે 3 નવેમ્બર, 2025ના રોજ રાત્રે 8 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં માવઠું થયું છે.

 47 તાલુકામાં માવઠું

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છ-સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં માવઠું થયું છે. આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં સૌથી વધુ કચ્છના અંજારમાં 3.19 ઇંચ અને ભાવનગરના ગોધરામાં 1.30 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

45 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ

જ્યારે ભાવનગરના પાલીતાણા, વડોદરામાં કરજણ, કચ્છના અબડાસા, રાપર, ભચાઉ, સુરેન્દ્રનગરના ચુડા, બનાસકાંઠાના સુઈગામ, દાંતા, ધાનેરા, સાબરકાંઠાના વિજયનગર, વડાલી, પોશિના, ઈડર સહિત કુલ 45 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!