HomeAllઈલોન મસ્કે ભારતની મોટી શરત સ્વીકારી, જાણો હવે ક્યારથી સ્ટારલિન્કની સર્વિસ મળવા...

ઈલોન મસ્કે ભારતની મોટી શરત સ્વીકારી, જાણો હવે ક્યારથી સ્ટારલિન્કની સર્વિસ મળવા લાગશે?

ઈલોન મસ્કની સેટેલાઈટ બેસ્ડ ઈન્ટરનેટ સર્વિસ Starlinkની જો તમે પણ રાહ જોઈ રહ્યા છો તો એક મોટી અપટેડ સામે આવી છે. ઈલોન મસ્કે ભારતમાં પોતાની ઈન્ટરનેટ સર્વિસ શરૂ કરવા માટે સરકારની ખાસ શરત સ્વીકારી છે. આ કંપની હવે તમામ ભારતીય યૂઝર્સનો ડેટા, ટ્રેફિક અને સબંધિત ડિટેલ્સને દેશ માટે અંદર જ સ્ટોર કરશે. તેના માટે તે દેશમાં જ ડેટા સેન્ટર તૈયાર કરશે.

સરકારે ગુરુવારે સંસદમાં અંગે જાણકારી આપી હતી. હવે કંપનીએ કેટલાક વધુ પડાવ પાર કરવા પડશે, ત્યારબાદ તેની સર્વિસ ભારતમાં જ શરૂ થઈ શકશે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ ટાઈમ લાઈનનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

દૂરસંચાર વિભાગ (DoT)એ Starlink સેટેલાઈટ કમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડને યૂનિફાઈડ લાઈસન્સ (UL) આપ્યું છે. કંપની કડક સુરક્ષા શરતો સહિત નિર્ધારિત શરતો સ્વીકારી ચૂકી છે.

કેન્દ્રીય સંચાર અને ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી ડૉ. પેમ્માસાની ચંદ્રશેખરે રાજ્યસભામાં એક જવાબ આપ્યો. તેમણે જણાવ્યું કે, સુરક્ષા શરતોમાં અન્ય બાબતોની સાથે ભારતમાં સેટેલાઈટ આધારિત કમ્યુનિકેશન સર્વિસ પૂરી પાડવા માટે અર્થ સ્ટેશન ગેટવેની સ્થાપના પણ સામેલ છે.

તેમણે આગળ જણાવ્યું કે, ભારતમાંથી જનરેટ થયેલ અથવા ભારત માટે નિર્ધારિત કોઈપણ યૂઝર્સના ટ્રાફિકને દેશની બહાર સ્થિત કોઈપણ ગેટવે દ્વારા રૂટ કરવામાં નહીં આવશે.

ભારતીય ડેટાની કોપી અને ડિસ્ક્રિપ્શન દેશની બહાર કરવામાં આવશે નહીં. આ સાથે જ ભારતીય ટ્રાફિકને વિદેશમાં સ્થિત કોઈપણ સિસ્ટમ અથવા સર્વર પર પ્રતિબંધિત પણ નહીં કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, સ્ટારલિંકને જૂનમાં યુનિફાઈડ લાયસન્સ મળ્યું હતું, ત્યારબાદ તેને ગત મહિને ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) તરફથી એક વર્ષ માટે મંજૂરી મળી હતી. ભારતમાં તેની સેવાઓ શરૂ કરતા પહેલા સ્ટારલિંકને સરકાર પાસેથી સ્પેક્ટ્રમ રિસીવ કરવું પડશે. ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવું પડશે.

ઈલોન મસ્કની સ્ટારલિન્ક શું છે?

સ્ટારલિન્ક વાસ્તવમાં ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સનો સેટેલાઇટ-આધારિત ઈન્ટરનેટ પ્રોજેક્ટ છે.

આ પ્રોજેક્ટનું કામ વિશ્વભરમાં ખાસ કરીને દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં હાઇ-સ્પીડ બ્રોડબેન્ડ ઈન્ટરનેટ પહોંચાડવાનું છે. તેના માટે સ્ટારલિંક લો અર્થ ઓર્બિટ (LEO) માં ઘણા નાના સેટેલાઈટ તહેનાત કરે છે. ત્યારબાદ યૂઝર્સને પોતાની લોકેશન પર રીસીવર ઇન્સ્ટોલ કરવું પડશે. આ પછી તેઓ ઈન્ટરનેટ સર્વિસને એક્સેસ કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!