150 કારનો કાફલો લઇ ગાંધીનગર પહોંચશે, વિધાનસભાના ગેઇટ બહાર ગોપાલ ઇટાલિયાની 30 મિનિટ રાહ જોશે, નહીં આવે તો રાજીનામાનો કાર્યક્રમ કેન્સલ!

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ… 150 કારનો કાફલો લઇ ગાંધીનગર પહોંચશે, વિધાનસભાના ગેઇટ બહાર ગોપાલ ઇટાલિયાની 30 મિનિટ રાહ જોશે, નહીં આવે તો રાજીનામાનો કાર્યક્રમ કેન્સલ કરાશે, મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને વિસાવદરમાંથી તાજેતરમાં પેટા ચૂંટણીમાં ચૂંટયેલા આમઆદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે શરૂ થયેલા રાજીનામાના હાકલા પડકારાના રાજકરપ માટે સોમવારે નિર્ણાયક દિવસ છે.

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાને ખુલ્લો પડકાર ફેંક્યો છે અને જાહેરાત કરી છે કે તેઓ સોમવારે સવારે 11 કલાકે 150 ગાડીના ભવ્ય કાફલા સાથે રાજીનામું લઈને વિધાનસભા પહોંચશે. આ ઘટના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બની છે.

કાંતિ અમૃતિયા મોરબીથી પોતાના સમર્થકો સાથે ગાંધીનગર જવા રવાના થશે અને વિધાનસભાના ગેટ નંબર 4 બહાર શક્તિ પ્રદર્શન કરશે. આ શક્તિ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય ગોપાલ ઇટાલીયાને આપવામાં આવેલો પડકાર છે.

અમૃતિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિધાનસભાના પ્રવેશ દ્વારે 30 મિનિટ સુધી ગોપાલ ઇટાલીયાની રાહ જોશે. આ સમગ્ર ઘટનાક્રમમાં સૌથી મહત્વની બાબત એ છે કે કાંતિ અમૃતિયાનું રાજીનામું શરતી છે.

























