HomeAllમોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને ઓનલાઈન 100 કુર્તી મંગાવતા કુરિયરમાં માત્ર એક...

મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતા યુવાને ઓનલાઈન 100 કુર્તી મંગાવતા કુરિયરમાં માત્ર એક ફોર્મલ પેન્ટ મોકલીને 15 હજારની છેતરપિંડી

યુ.પી.ના આઇડી ધારક સહિતના સામે ફરિયાદ: સ્કેનર પરથી મોકલાવેલા નાણા ગુમાવ્યા

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા યુવાને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપરથી કુર્તી ખરીદવા માટે થઈને સર્ચ કર્યું હતું ત્યારબાદ મોબાઈલ ફોન નંબર ઉપરથી મેસેજ આવ્યો હતો.

અને તેમાં વાતચીત થયા બાદ 100 કુર્તીનો ઓર્ડર આપ્યો હતો જેથી આરોપીએ સ્કેનર મોકલાવ્યું હતું જેમાં યુવાને 15,000 રૂપિયા ઓનલાઈન મોકલાવ્યા હતા જોકે તેને કુર્તી  મોકલવામાં આવેલ નથી જેથી તેની સાથે ઓનલાઇન ફ્રોડ થયું હોય આ બાબતે તેને મોરબી બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મહેન્દ્રનગર ગામે આવેલ ઉમા વિલેજ સોસાયટીમાં રહેતા રવિભાઈ રમેશભાઈ ભાડલા (31) નામના યુવાને મોબાઈલ નંબર 70414 59596 તથા યુપી આઇડીના ધારક તેમજ તપાસમાં જેના નામ ખૂલે તેની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે.

જેમાં જણાવ્યુ છેકે, ફરિયાદીએ TREAD INDIA.COM ઓનલાઇન પ્લેટફોર્મમાંથી કુર્તી ઓનલાઈન ખરીદવા માટે સર્ચ કર્યું હતું ને ત્યારે આ કામના આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાંથી વ્હોટ્સએપ મેસેજ કરીને અગ TEXTILE કંપનીના નામે ફરિયાદી સાથે કુર્તિ ખરીદવા બાબતે વાતચીત કરી હતી અને એક કુર્તિનો ભાવ 150 રૂપિયા નક્કી કર્યો હતો જેથી કરીને ફરિયાદીએ 100 કુર્તિનો ઓર્ડર આપ્યો હતો.

અને આરોપીએ ફરિયાદીના મોબાઇલ ઉપર સ્કેનર મોકલાવ્યું હતું જેથી ફરિયાદી યુવાને 15,000 રૂપિયા મોકલાવી આપ્યા હતા જોકે આરોપીએ કુર્તિ મોકલાવી ન હતી અને પાર્સલમાં એક જૂનું ફોર્મલ પેન્ટ મોકલાવીને ફરિયાદીની સાથે 15,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોય ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!