મહેન્દ્રનગર વિસ્તારમાં રૂ. ૩.૮૧ કરોડના સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્ક વિકાસકાર્યનું ખાતમુહૂર્ત

Written by

in

મોરબી મહાનગરપાલિકા હદવિસ્તારમાં આવેલ મહેન્દ્રનગર વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલ તથા સુવ્યવસ્થિત નગર વિકાસને પ્રાથમિકતા આપતાં અંદાજિત રૂ. ૩.૮૧ કરોડના સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજ નેટવર્ક વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ વિકાસકાર્ય પૂર્ણ થતાં વિસ્તારના નાગરિકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળશે તેમજ વધુ સુવિધા, સ્વચ્છતા અને આધુનિક સુવિધાઓનો લાભ પ્રાપ્ત થશે.

સાથે જ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રસંગે વોર્ડ નં. ૦૩ના કોર્પોરેટર જીગ્નેશભાઈ કૈલા, ભૂપેન્દ્રભાઈ જારીયા, અર્પિતાબા પુષ્પરાજસિંહ જાડેજા, રમાબેન બોપલીયા, પૂર્વ કાઉન્સિલર પ્રકાશ ચબાડ તેમજ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.