HomeAllમોરબી જિલ્લામાં આર્મી, એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા માંગતા યુવા પુરૂષ ઉમેદવારો માટે...

મોરબી જિલ્લામાં આર્મી, એરફોર્સ સહિત ફોર્સમાં જોડાવવા માંગતા યુવા પુરૂષ ઉમેદવારો માટે નિવાસી તાલીમવર્ગ યોજાશે

મોરબી જિલ્લાના યુવાનો આર્મી, એરફોર્સ, નેવી, અર્ધ લશ્કરી દળો, પેરા મીલીટરી ફોર્સીસ તથા પોલીસ ફોર્સ વગેરેમાં વધુમાં વધુ પ્રમાણમાં ઉમેદવારો જોડાય તે હેતુથી આવા ઉમેદવારોને ભરતીપૂર્વે શારીરિક ક્ષમતા માટેની નિવાસી તાલીમ (રહેવા જમવાની સગવડની સાથે) દિવસ-૩૦ માટેના ફક્ત પુરૂષ ઉમેદવારો માટે તાલીમવર્ગનું આયોજન ફક્ત મોરબી જિલ્લાના ઉમેદવારો માટે આ કચેરી દ્વારા કરવામાં આવનાર છે.

આ તાલીમવર્ગમાં જોડાવવા માટેની લાયકાતની વાત કરીએ તો, ઉંમર-૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ, અભ્યાસ-ધો. ૧૦ પાસ કે તેથી વધું, ધો. ૧૦માં ઓછામાં ઓછા ૫૦% ફરજીયાત અને દરેક વિષયમાં ૩૩% માર્કસ ફરજીયાત, ધો.૧૨ પાસ, ઉંચાઇ ૧૬૮ સે.મી. કે તેથી વધુ, વજન-૫૦ કિ.ગ્રા. કે તેથી વધુ, છાતી ૭૭ સે.સી.(ફુલાવ્યા વગર) અને ૮૨ સે.મી.(ફુલાવીને) તેમજ તબીબી રીતે ફીટ હોવું જરૂરી છે.

જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના તમામ પ્રમાણપત્રો સાથે તા.૨૧/૦૬/૨૦૨૫ સુધીમાં (રજા સિવાયના દિવસો દરમિયાન) ૧૦:૩૦ થી ૦૬:૦૦ સુધીમાં જિલ્લા રોજગાર કચેરીનો સ્વખર્ચે સંપર્ક કરવાનો રહેશે. આ અગાઉ આ કચેરી દ્વારા આયોજીત નિવાસી તાલીમમાં ભાગ લીધેલ હોય તે ઉમેદવાર પ્રવેશપાત્ર રહેશે નહી. વધુ માહિતી માટે અત્રેની કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૨૨ – ૨૪૦૪૧૯ પર સંપર્ક કરવા મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!