HomeAll૨૧ જૂને મોરબી જિલ્લો બનશે યોગમય; જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા/નગરપાલિકા કક્ષાએ કાર્યક્રમો યોજાશે

૨૧ જૂને મોરબી જિલ્લો બનશે યોગમય; જિલ્લા, મહાનગરપાલિકા, તાલુકા/નગરપાલિકા કક્ષાએ કાર્યક્રમો યોજાશે

મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશેષ રીતે ઉજવણી કરવા બાબત જિલ્લા કલેક્ટર  કિરણ બી. ઝવેરીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પત્રકાર પરિષદ અન્વયે સર્વે જિલ્લાવાસીઓને ૨૧ જૂનના રોજ વહેલી સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ દરમિયાન યોજાનાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી યોગની દૈનિક જીવનનો ભાગ બનાવવા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો.

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉર્જા અને ઉત્સાહ સાથે કરવામાં આવનાર છે. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે જેમાં અંદાજિત ૨૫૦૦ જેટલા લોકો સહભાગી બનશે. મોરબી મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મણીમંદિર ખાતે યોજાશે જેમાં પણ અંદાજિત ૧૦૦૦ જેટલા લોકો સહભાગી બની છે.

તાલુકા તેમજ નગરપાલિકા કક્ષાના કાર્યક્રમોમાં ટંકારા તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ   એમ.પી. દોશી હાઇસ્કુલ ખાતે, માળીયા (મી) તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ માળિયા તાલુકા પંચાયત કચેરી ખાતે, હળવદ તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ મહર્ષિ ગુરુકુળ ખાતે અને વાંકાનેર તાલુકા/નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ નગરપાલિકા મેદાન ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં પ્રત્યેક કાર્યક્રમ દીઠ ૧૦૦૦ લોકો મળી ૪૦૦૦ હજાર લોકો સહભાગી બનશે.

ઉપરાંત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મળી ૭૫૩ શાળાઓ, જિલ્લાની વિવિધ કોલેજ, ૩ સીએચસી, ૩૦ પીએચસી, ૩૫૦ ગ્રામ પંચાયત ઉપરાંત સરકારી બગીચાઓ, પોલીસ સ્ટેશન અને જેલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સર્વે જિલ્લાવાસીઓને કલેક્ટર  કિરણ બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!