
મોરબી : સિદ્ધિવિનાયક ગણેશ મહોત્સવમાં માનવતાને પ્રાથમિકતા આપતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જી.આર.ડી. જવાન રવિરાજસિંહ જાડેજા (ખારચિયા) તથા યુવરાજસિંહ જાડેજા (મધુપુર) એ એક અપંગ ભક્તને પોતાની ખભે ઊંચકી પંડાલ સુધી પહોંચાડ્યો હતો.

ભક્તિભાવથી પંડાલ સુધી લઈ જઈને ભગવાનના દર્શન કરાવી બંને જવાનોએ માનવતાનું પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોરબીના ક્ષત્રિય યુવાનો દ્વારા કરાયેલ આ કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.





















