HomeAllમોરબી જીલ્લાના આગેવાનોની રાજકોટમાં NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણીની હાજરીમાં બેઠક મળી

મોરબી જીલ્લાના આગેવાનોની રાજકોટમાં NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણીની હાજરીમાં બેઠક મળી

વિચરતી વિમુક્ત જાતિ સમુદાયની શીબીર ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય NT-DNT બોર્ડ સભ્ય ભરતભાઈ પટણી રાજકોટની મુલાકાતે આવ્યા હતા તેમજ NT-DNT  સમુદાયના આગેવાનોની મિટિંગ રાજકોટ સર્કિટ હાઉસના હોલમાં યોજવામાં આવેલી હતી. જેમાં રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લા, મોરબી જીલ્લાના વિચરતી વિમુક્ત જાતિઓના આગેવાનો તથા કાર્યકરો હાજર રહેલા હતા.

રાજકોટના રૈયાધાર વસાહતની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં વસાહતના રહીશોને પડતી મુશ્કેલીની રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે ભરતભાઈ પટણીએ મુલાકાતમાં બાદ વિકસતી જાતિ કલ્યાણ અધિકારી તથા મામલતદાર વિગેરેને સ્વચ્છ પાણી પૂરું પાડવા, ગટર લાઈન અંગેની વ્યવસ્થા કરવા, નિયમિત સફાઈ કામ કરવા તથા વિજળીની સુવિધાઓ અપૂરતી હોવાથી તાત્કાલિક અગ્રિમતાના ધોરણે વ્યવસ્થાઓ પુરી પાડવા માટે સૂચના કર્યા હતા.

NT-DNT સમુદાય લોકોને પડતી મુશ્કિલો આવાસ માટે જમીન, શિક્ષણ માટે આંગણવાડી અને પ્રાથમિક શાળા આ વસાહતોમાં ચાલુ કરવા માટે તથા શાકભાજી વ્યવસાય કરતા લોકોને સ્થાયી જગ્યાએ બ્લોક ફાળવણી કરવા તથા મહાનગર પાલિકાના દબાણ વિભાગ દ્વારા લારીઓ ઉપાડી જવાની બંધ કરવા માટે કમિશનરને સૂચના આપવા માટેનો હુકમ કરવા માટેની ચર્ચા કરવામાં આવેલ હતી.

મોરબી જીલ્લામાથી સુરેશભાઈ પી .શિરોહીયા (પૂર્વ કાઉન્સિલર અને મંત્રી મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો), સુખદેવભાઈ દેલવાણીયા (પ્રભારી કચ્છ જીલ્લા યુવા ભાજપ), વસંતલાલ ડી. વ્યાસ (ઉપપ્રમુખ વ્યાસ પ્રગતિ મંડળ મોરબી) અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો, કોળી સમાજ આગેવાન અજયભાઈ વાધાણી, મોરબી કોળી સમાજ આગેવાન હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!