
વિકાસના માર્ગે ગુજરાતે હરણ ફાળ ભરીને દેશના અન્ય રાજ્ય માટે વિકાસ મોડલ બન્યું છે. ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાતે અનન્ય પ્રગતિ સાથે દુનિયાને અચંબિત કરી છે, ત્યારે ગુજરાતના વિકાસમાં અહીંના સ્થાનિક અને પ્રાદેશિક ઔદ્યોગિક એકમોએ આ વિકાસની ગતિમાં પ્રેરકબળ બનવાનું કામ કર્યું છે. ઔદ્યોગિક હબ ગણાતા મોરબી જિલ્લાએ ગુજરાતને વિશ્વસ્તરે નામાંકિત કર્યું છે. સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા અનન્ય વિકાસ થકી વિકાસનું મોડલ બન્યું છે મોરબી.

અહીંના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા ગત 2 વર્ષમાં 1200 થી વધુ ઔદ્યોગિક એકમોને રૂૂ. 460 કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડી છે. ગુજરાત વાયબ્રન્ટ સમિટ અને આ વર્ષે સરકારે લીધેલા રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સના માધ્યમથી ઔદ્યોગિક વિકાસની ગતિ વધુ તેજ બની રહી છે, ત્યારે આ કાર્યક્રમનાં ભાગરૂૂપે મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં 50 કંપનીઓ વચ્ચે રૂૂ.2470 કરોડનાં એમ.ઓ.યુ. થયા હતા.

નળિયા, તળિયા અને ઘડિયાળની ઓળખ બનેલું મોરબી ‘સિરામિક સિટી’ તરીકે પ્રખ્યાત છે. ‘સિરામિકના વૈશ્વિક હબ’ તરીકે જાણીતા મોરબીનું સિરામિક ક્લસ્ટર સિરામિક પેદાશોના ઉત્પાદનમાં વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું ક્લસ્ટર છે. ગુજરાતના સિરામિક ઉત્પાદનમાં 90 ટકા હિસ્સો તો ફક્ત મોરબીનો જ છે.

સિરામિક ઉત્પાદનોની દેશની કુલ નિકાસમાં પણ નોંધપાત્ર 80 ટકા હિસ્સો મોરબી પૂરો પાડે છે.મોરબીમાં સિરામિક ઉદ્યોગની 1200 થી વધુ ફેક્ટરી આવેલી છે, જેનું વાર્ષિક ટન ઓવર અંદાજિત રૂૂ. 60,000 કરોડ અને વાર્ષિક નિકાસ રૂૂ. 12000 કરોડની છે. વર્ષ 2023-24 માં અંદાજતિ રૂૂ. 12000 કરોડ, વર્ષ 2024-25 માં અંદાજિત રૂૂ. 12000 કરોડ તથા ચાલુ વર્ષે હાલની સ્થિતિએ રૂૂ. 10000 કરોડની નિકાસ નોંધાયેલી છે. મોરબીના સિરામિક ઉત્પાદનોની યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, જર્મની, ઓમાન, શ્રીલંકા, ઇજિપ્ત, યુકે તથા જાપાન સહિતના દેશોમાં વિશેષ માંગ રહેલી છે.

ઘડિયાળ ઉદ્યોગ સાથે મોરબી દાયકાઓથી સંકળાયેલો છે. આજે મોરબીમાં અંદાજિત 150 થી 200 દિવાલ ઘડિયાળ બનાવતા એકમો આવેલા છે. મહિલાઓની રોજગારીની દ્રષ્ટિએ ઘડિયાળ ઉદ્યોગ વિશેષ મહત્વ ધરાવે છે. અંદાજિત 10,000 થી 12,000 લોકો આ ઉદ્યોગમાંથી રોજગારી મેળવે છે જેમાં 60% જેટલી મહિલાઓ રોજગારી મેળવી રહી છે.

સિરામિક ઉદ્યોગની સાથે મોરબીમાં વિસ્તરેલ ઉદ્યોગમાં પોલિપેક ઉદ્યોગ પણ મહત્વનું છે, જેના અંદાજિત 150 જેટલા એકમો મોરબીમાં કાર્યરત છે. આ ઉદ્યોગ વાર્ષિક 05 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સાથે રૂૂ. 5500 કરોડનું ટર્નઓવર ધરાવે છે. રોજગારી માટે અંદાજિત 15000 થી 20,000 લોકો આ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે.

પેકેજીંગની સાથે સીધા સંકળાયેલા પેપરમીલ ઉદ્યોગો મોરબીમાં કાર્યરત છે જિલ્લામાં 50 થી વધુ એકમો રૂૂ. 3,000 થી રૂૂ. 4,000 કરોડનું મુડી રોકાણ ધરાવે છે અને 6 થી 8 હજાર લોકોને રોજગારી પૂરી પાડે છે.










