HomeAllમોરબી જલારામ મંદિરે કાલથી રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

મોરબી જલારામ મંદિરે કાલથી રાહતદરે મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે

મોરબીમાં વિવિધ પ્રકારની માનવસેવા કરતા જલારામ મંદિર ખાતે દીપાવલીના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મીઠાઈ તથા ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને આ વિતરણ તા.17 થી 19 ઓકટોમ્બર વચ્ચે કરવામાં આવશે એટલે કે શુક્રવાર, શનીવાર તેમજ રવિવાર સુધી વિતરણ ચાલુ રહેશે.

જેમાં વિવિધ પ્રકારની મીઠાઈ તેમજ ફરસાણ મળશે અને તેના માટે કોઈપણ પ્રકારના એડવાન્સ બુકીંગ કે નામ નોંધાવવાની જરૂર નથી. અને વિતરણ વહેલા તે પહેલાના ધોરણે કરવામાં આવશે.

જૈનમ ગૃહ ઉદ્યોગ

મોરબીમાં જૈનમ ગૃહ ઉદ્યોગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ મીઠાઈ વિતરણનું આયોજન કરવામાં આવ્યું  છે અને બરફી, થાબડી, મોહનથાળ, કાજુ કતરી, ટોપરા પાક, મિક્ષ મીઠાઈ, તેમજ ફરસાણમાં ચકરી, ચવાણું, સકરપારા, ફરસી પૂરી, નાયલોન ચેવડો અને બટર ભાખરવડીનુ વિતરણ કરવામાં આવશે

તેના માટે સંસ્થા દ્વારા બુકિંગ લેવામાં આવેલ છે અને આગામી દિવસોમાં જીનેશભાઈ, પારસભાઈ, ગૌતમભાઈ અને વી.કે. મહેતા દ્વારા તેઓની ટીમને સાથે રાખીને મીઠાઇ અને ફરસાણનું વિતરણ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!