જીપીએસસી ક્લિયર કરેલ તાલીમાર્થીઓનું સરદાર પટેલની પ્રતિકૃતિથી સન્માન કરાયું

મોરબીના કડવા કન્યા કેળવણી મંડળ દ્વારા અનેક વિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને પાટીદાર કેરિયર એકેડમી ચલાવવામાં આવે છે. જેમાં દોઢ વર્ષના ટૂંકા ગાળામાં પાટીદારના 23 જેટલા યુવાન ભાઈઓ બહેનોએ જીપીએસસી ક્લિયર કરીને સરકારી મહેકમમાં સમાવિષ્ટ થયેલ છે.

અને ઈમ્પોર્ટ એક્સપોર્ટના ક્લાસીસમાં 135 ભાઇ-બહેનોએ તાલીમ પ્રાપ્ત કરી પોત પોતાના વ્યવસાય કરી રહ્યા છે. દરમ્યાન સેવામાં વધારો કરતાં મોરબીમાં કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળ દ્વારા જન સેવા કેન્દ્રનો શુભારંભ કરાયો છે.

મોરબીમાં કડવા પાટીદાર પરિવારના વિદ્યાર્થીઓ અને યુવાનોને ઊઠજ પ્રમાણપત્ર, જાતિના પ્રમાણપત્ર, આવકના પ્રમાણપત્ર, ધો.12 પછીના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ, આયુષ્યમાન કાર્ડ,વ્હાલી દિકરી યોજના,વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, વયવંદના સહાય, મહિલા સ્વાવલંબન યોજના, રેશનકાર્ડને લગતી કામગીરી વગેરેની અરજી કરી આપવા માટે તેમજ બિન અનામત આયોગની વિવિધ યોજનાની જાણકારી આપવા માટે “પાટીદાર જનસેવા કેન્દ્ર” શુભારંભ ક્ધયા

છાત્રાલય રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. તેની સાથે જીપીએસસી ક્લિયર કરેલ તાલીમાર્થીઓનું સરદાર પટેલની પ્રતિકૃતિથી મહાનુભાવોના હસ્તે આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પાટીદાર જન સેવા કેન્દ્ર માટે દાન આપનાર દાતાઓનું પણ સન્માન કરાયું હતું,

આ સમારોહમાં પ્રમુખ બેચરભાઈ હોથી, કેરિયર એકેડમીમાં તેજ બાંણુંગારીયા, મનોજભાઈ પનારા, ડો.મનુભાઈ કૈલા, સંસ્થાના ચેરમેન એ.કે.પટેલ તેમજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા વગેરેએ કડવા પાટીદાર ક્ધયા કેળવણી મંડળના સમજલક્ષી સેવકાર્યોને વધાવ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રમ્બકભાઈ ફેફર, ચેરમેન એ.કે.પટેલ, પરેશભાઈ મોરડીયા, અરૂણભાઈ, શિતલબેન, રશ્મિબેન વિરમગામા જનસેવા કેન્દ્રના કો.ઓર્ડિનેટર તેમજ તમામ ટ્રસ્ટી વગેરેએ ખુબ જ જહેમત ઉઠાવી હતી.
















