HomeAllમોરબી મહાનગરપાલિકા વિકાસ સપ્તાહે સ્વદેશી મેળો શરૂ — ૬૦ સ્ટોલથી સ્થાનિક કારીગરોને...

મોરબી મહાનગરપાલિકા વિકાસ સપ્તાહે સ્વદેશી મેળો શરૂ — ૬૦ સ્ટોલથી સ્થાનિક કારીગરોને રોજગાર

વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત વોકલ ફોર લોકલની નેમ સાથે મોરબી મહાનગરપાલિકા દ્વારા ૦૯ થી ૧૮ ઓક્ટોબર દરમિયાન મોરબી શહેરમાં એલ.ઈ. કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી મેળા(Shopping Festival)નું આયોજન કરવામાં આવ્યું છે. જે પ્રદર્શન-વેચાણ મેળાને આજે કલેક્ટર  કે.બી. ઝવેરી અને મહાનગરપાલિકાના કમિશ્નર  સ્વપ્નિલ ખરેની પ્રેરક ઉપસ્થિતિમાં ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

વિકાસ સપ્તાહ અંતર્ગત દિવાળીના પર્વ પર સ્થાનિક ઉદ્યોગકારો અને હસ્તકલાના કારીગરોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તેવા હેતુથી સ્વદેશીની થીમ સાથે આયોજિત ૧૦ દિવસીય મેળામાં વેચાણ-પ્રદર્શન માટે ૫૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. ઉપરાંત ખાણીપીણી માટેના જુદા ૧૦ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સ્ટોલ પર સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો દ્વારા ગૃહ સુશોભન માટે તોરણ, ટોડલીયા, દીવડા વગેરે વસ્તુઓ, ઘરે બનાવેલ સાબુ, શેમ્પૂ અને કોસ્મેટીક્સની સામગ્રી, ચેવડો, ખાખરા, ચટણી વગેરે જેવી અનેક ખાદ્ય સામગ્રી, સાડી, ચણિયાચોળી, ઓઢણી અને ડ્રેસ મટીરીયલ જેવા વિવિધ ભાત ભાતના વસ્ત્રો તથા માટીકલા, કાષ્ઠકલા સહિત વિવિધ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

સ્થાનિક કારીગરો માટે રોજગારીનું રોજગારીનું સર્જન કરવા તથા તેમના દ્વારા બનાવવામાં આવતી કલાત્મક  અને વધુ ટકાઉ અને ગુણવત્તાવાળી  વસ્તુઓ લોકોને સ્થાનિક કક્ષાએ જ મળી રહે તે માટે આયોજિત આ સ્વદેશી મેળાની વધુને વધુ લોકો મુલાકાત લે અને ખરીદી કરે તે માટે મોરબીવાસીઓને મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ મેળાને ખુલ્લો મુકતી વેળાએ મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર  કુલદીપસિંહ વાળા અને સંજય સોની, ચીફ ફાયર ઓફિસર  દેવેન્દ્રસિંહ જાડેજા, સખી મંડળની બહેનો અને મોરબી શહેરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!