


મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને કેજી થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ મળીને 172 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ખાસ મોરબીના ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા, રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ પંકજભાઈ રાવલ, પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ પંડ્યા તેમજ ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા (એડવોકેટ), જલ્પાબેન પંડ્યા (એડવોકેટ) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન રવિન્દ્રભાઈ ભટ્ટ અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.





























