HomeAllમોરબીમાં “દુર્ગે તુમિ દુર્ગતિનાશિની” થીમ પર વિરાટ દુર્ગા પૂજા મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબીમાં “દુર્ગે તુમિ દુર્ગતિનાશિની” થીમ પર વિરાટ દુર્ગા પૂજા મહોત્સવનું ભવ્ય આયોજન

શ્રી બેંગલ દુર્ગા પુજા ગ્રુપ કમીટી દ્વારા મોરબી માં તા.૨૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી ત્રિનેત્રેશ્રવરી માં દુર્ગે તુમિ દુર્ગતિનાશિની ની ભવ્ય થીમ પર આધારીત દુર્ગા પુજાનું વિરાટ અને શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. મોરબી માં નવરાત્રીના છઠ્ઠા દિવસથી આદિશકિત માં દુર્ગાના તહેવારને મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે

માં દુર્ગા ત્રિનેત્રેશ્રવરી છે જે દુર્ગતીનો નાશ કરે છે અને સદગતી પ્રદાન કરે છે માં દુર્ગાના ત્રણનેત્ર ભુત,વર્તમાન,અને ભવિષ્યના સુચક છે તો ઘણી વખત જ્ઞાન,સમજ,અને વિવેકના પણ દર્શક છે દેવી દર્ગાના વિરાટ અને શકિત સ્વરૂપના દર્શન અને પુજા અર્ચનનો અનેરો મહોત્સવ એટલે કે દુર્ગા પુજા. જે મોહિતભાઈ રાવલ જણાવ્યુ છે.

પોતાની અંદર છુપાયેલી શકિતઓનો યોગ્ય સમય પર ઉપયોગ કરવાનો, બુરાઈના પ્રતિક સમા મહીસાસુરને મારવાનો અને બુરાઈ ઉપર અચ્છાઈ, અન્યાય ઉપર ન્યાય અને અસત્ય ઉપર સત્યનો વિજય નિશ્રીત છે જરૂર છે માત્ર આપણી અંદરની કિતને ઓળખવાની અને તેનો યોગ્ય સમય પર યોગ્ય ઉપયોગ કરીને વિજય પ્રાપ્ત કરવાનો. દુર્ગા પૂજામાં ભક્તિ શક્તિ અને મુક્તિનો મહા ત્રિવેણી સંગમ છે

હર એકના જીવનમાં મુશ્કેલી પરેશાની કઠિનાઈ છે મા દુર્ગા એ પણ મહિસાસુર સાથે નવ દિવસ સુધી યુદ્ધ કર્યું હતું અનેક રૂપ લીધા હતા અને અનેક મુશ્કેલીનો સામનો કરી અને મહિસાસુર નો વધ કર્યો હતો જેના પરથી આપણને સંઘર્ષની પ્રેરણા મળે છે નવ દિવસના યુદ્ધ પછી દસમા દિવસે મહિષાસુર ઉપર વિજય મેળવ્યો તેથી તેને વિજયા દશમી કહેવામાં આવે છે

આમ દુર્ગા પૂજામાં જીવનનો મૂળ સાર છુપાયેલો છે. દુર્ગા પુજામાં બલ,બુધ્ધી,જ્ઞાન,સમજ,વિવેક,ન્યાય,સત્ય અને જીવનને ઉચ્ચધ્યેય નો મહા સંગમ છે .દુર્ગાપુજાને લગતી કોઈપણ માહિતી,વિગત,જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ (કાર્તિક) રાવલનો Mo.7990215099 અને શ્રીરામભાઈ મંડલ નો સંપર્ક કરી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

error: Content is protected !!