
મોરબીમાં આવેલ જલારામ મંદિર ખાતે ગઇકાલે રાતે સર્વે હિન્દુ સંગઠન દ્વારા શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રા સહિતના આયોજન માટેની ચર્ચા કરવામાં આવી હતી.

મોરબીમાં અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે શુક્રવારે રાતે કૃષ્ણ જન્માષ્ટમીના આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનના આગેવાનોની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આઆવ્યું હતું જેમાં શોભાયાત્રાની રૂપરેખા નક્કી કરવામાં આવી હતી. અને મોરબીમાં સર્વે હિન્દુ સંગઠન તેમજ સનાતનની હિન્દુ સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.

ત્યારે ખાસ કરીને અલગ અલગ સંગઠન અને સર્વે સનાતનની હિન્દુ સમાજ દ્વારા જુદાજુદા ધાર્મિક પ્લોટ્સ બનાવવામાં આવશે અને મોરબીના રાજમાર્ગો ઉપર 19 મટકી ફોડના કાર્યક્રમ થશે આમ મોરબીમાં ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી અત્યારથી જ સક્રિય કાર્યકર્તા તથા અધિકારી હિન્દુ યોદ્ધાઓને શોભાયાત્રાના આયોજન માટેના કામે લાગી જવા આહ્વાન કર્યું હતું તેવું માહિતી સર્વે હિન્દુ સંગઠન ક્ધવીનર કમલેશભાઈ બોરીચાએ આપી છે.



























